સમાચાર

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની રજૂઆતને સફળતા

કોલેજનાં પ્રથમ અને દ્વિતીય વર્ષના

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની રજૂઆતને સફળતા

અમરેલી, તા. ર9

અમરેલીમાં યુવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સેવાભાવી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ અમરેલી ઘ્‍વારા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી ઘ્‍વારા રાજયના શિક્ષણમંત્રીને લોકડાઉનની વિપરીત સ્‍થિતિને ઘ્‍યાને લઈને ગુજરાત રાજયમાં વાણીજય, વિજ્ઞાન, વિનિયન શાખામાં કોલેજોના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની કારકિર્દી સ્‍થિર રહે તથા આગામી શૈક્ષણિક વર્ષ કોઈપણ પ્રકારના વિલંબ વગર ચાલું થઈ શકે તે માટે ચાલું સાલે રાજયની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વાણીજય, વિનિયન, વિજ્ઞાનશાખાના પ્રથમ અને દ્વિતીય વર્ષ સેમેન્‍ટર-ર અને 4માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાંથી મુકિત આપીને માસ પ્રમોશન આપવા માટે ધારદાર રજૂઆત કરાઈ હતી. જેના પગલે સંવેદનશીલ રાજય સરકારના સંવેદનશીલ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાએ લાખો યુવાનો અને વિદ્યાર્થીઓની કારકિર્દીને ઘ્‍યાને લઈ કોલેજોમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણયલીધો. તેને ડાયનેમિક ગૃપ અમરેલી તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના લગભગ દોઢ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આવકાર્યા છે. તથા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાનો આભાર માન્‍યો છે.

error: Content is protected !!
%d bloggers like this: