સમાચાર

કોરોનાની મહામારીમાં ‘‘આમ આદમી”ને રાહત આપો : કોંગ્રેસ

વીજબીલ, પાણીબીલ, મિલ્‍કતવેરા, શિક્ષણ ફી માફ કરીને

કોરોનાની મહામારીમાં ‘‘આમ આદમી”ને રાહત આપો : કોંગ્રેસ

60 દિવસથી ધંધા-રોજગાર બંધ હોવાથી ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોની આર્થિક હાલત કથળી છે

કૃષિ ધિરાણની મુદ્‌ત વધારીને ઓટો રિન્‍યુઅલ કરવાની પણ માંગ કરવામાં આવી

અમરેલી, તા. ર6

કોરોનાની મહામારીવચ્‍ચ્‍ે લાગુ થયેલ લોકડાઉનનાં કપરા દિવસોમાં ગરીબ અને મઘ્‍યવર્ગીય પરિવારોની આર્થિક હાલત કંગાળ બની ગઈ હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચનાથી આજે અમરેલી, બાબરા, જાફરાબાદ, કુંકાવાવ સહિતનાં શહેરોમાં કોંગીજનોએ આવેદનપત્ર પાઠવીને આમ આદમી અને ખેડૂતોને મદદ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, માર્ચથી જુન સુધી તમામ લોકોનાં વીજબીલ માફ કરવામાં આવે તેમજ પાણી વેરા, મિલ્‍કત વેરા પણ માફ કરવામાં આવે. ખાનગી શાળાની શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, કૃષિ ઘ્‍રિાણની મુદલ અને વ્‍યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સવગડ નથી ત્‍યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્‍યુઅલ અમલમાં આવે અને વ્‍યાજ માફ કરવું જરૂરી છે.

અમરેલી જિલ્‍લામાં કોંગી પ્રમુખ અર્જુન સોસા, ટીકુભાઈ વરૂ, સંદિપ ધાનાણી સહિતનાં આગેવાનો જોડાયા હતા તો બાબરામાં ધારાસભ્‍ય વિરજી ઠુંમર, પ્રભાતભાઈ કોઠીવાલ, જસવંતભાઈ ચોવટીયા, મનસુખભાઈ પલસાણા સહિતનાં કોંગીજનો જોડાયા હતા.

error: Content is protected !!