સમાચાર

અમરેલીનાં ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાને જાનથી મારી નાખવાની ધમકી : ખળભળાટ

કતારગામની સર્વે નં. ર44ની જમીન ખાલી કરવાનું કહીને

અમરેલીનાં ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાને જાનથી મારી નાખવાની ધમકી

સ્‍થાનિક પોલીસે બનાવની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી

સુરત, તા.ર6

કોરોના વાઈરસને લઈને એક બાજુ લોકડાઉન ચાલે છે. ત્‍યારે તમામ વેપાર ઉદ્યોગ સતત બંધ છે, ત્‍યારે આ સમયે સુરત અને અમરેલીના જાણીતા ઉદ્યોગપતિને સુરતના એક જમીન પ્રકરણમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક અજાણ્‍યા યુવાન દ્વારા ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આઉદ્યોગપતિ દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે કોરોના વાઈરસને લઈને એક બાજુ લોકડાઉન ચાલી રહયું છે. ત્‍યારે શહેરમાં તમામ વેપાર ઉદ્યોગ બંધ છે. સુરતના અને અમરેલીના જાણીતા ઉદ્યોગપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્‍યો છે. હાલ આ જમીનનો કબ્‍જો વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરા પરિવાર પાસે છે તથા તેમના માણસો આ જમીન ઉપર વસવાટ સાથે રખેવાળી પણ કરે છે. દરમિયાન ગત તા.ર3/પના રોજ સવારે પોણા દસ વાગ્‍યે એક અજાણી વ્‍યકિતનો ફોન આવ્‍યો હતો તથા સર્વે નંબર ર44    વાળી જમીન તેમણે જમીન માલીક પાસેથી ખરીદી લીધી હોવાનું જણાવી વસંતભાઈ ગજેરાને પતાવટ કરી લેવાની ચેતવણી આપી હતી અને જમીન ઉપરથી માણસો હટાવી લેવાની તાકીદ કરી હતી અને આમ કરવામાં નહીં આવે તો વસંતભાઈ ગજેરાની હત્‍યા કરી નાખવાની ધમકી આપી હતી.

વસંતભાઈ ગજેરાએ ટેલીફોનીક ધમકીની ગંભીરતાને લઈ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વસંતભાઈ ગજેરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા મુજબ અજાણ્‍યા ઈસમે મોબાઈલ નંબર 98ર4ર 9786પ ઉપરથી ધમકી આપતો ફોન કર્યો હતો. જોકે પોલીસે તાત્‍કાલિક તેમની ફરિયાદના આધારે ગુન્‍હો નોંધીઆરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

આ મામલે સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ વસંતભાઈ ગજેરાએ કતારગામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહા નગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસ નજીક રામજી કૃપા સોસાયટીને અડીને આવેલી સર્વે નંબર ર44 વાળી જમીન તેમણે રમણ ભવાનભાઈ ડાહીબેન, સુમનબેન, મણીબેન વગેરે પાસેથી ચુનીભાઈ ગજેરાના નામે ખરીદી હતી. પરંતુ કેટલીક સરકારી પ્રક્રિયાના કારણોને લઈને આ જમીન ચુનીભાઈ ગજેરાના નામ ઉપર ચડાવવામાં આવી નહોતી.

error: Content is protected !!