સમાચાર

ટીંબીનાં તબીબ, મુંબઈનાં પુરૂષ અને સુરતથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં કેસમાં વધારો થતાં વહીવટીતંત્રએ કોન્‍ટેક ટ્રેસીંગ શરૂ કર્યુ

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, એસપી અને ડીડીઓની સુંદર કામગીરી

અમરેલી, તા. ર6

જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે પ્રાઈવેટ પ્રેકટીસ કરતા તબીબને શંકાસ્‍પદ લક્ષણો જણાતા સારવાર અર્થે ટીંબી પ્રાથમિક આરોગ્‍યકેન્‍દ્ર ઘ્‍વારા અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે સરકારી એમ્‍બ્‍યુલન્‍સમાં રીફર કરવામાં આવેલ હતા. જેનું તા. રપ/પ/ર0નાં રોજ પોઝિટિવ રીઝલ્‍ટ આવતાં ટીંબી ગામમાં કોન્‍ટેકટ ટ્રેસીંગની કામગીરી દરમ્‍યાન કુલ 136 વ્‍યકિતઓને સરકારી ફેસેલીટી ખાતે તેમજ 331 વ્‍યકિતઓને હોમ કવોરન્‍ટાઈન કરવામાં આવેલ છે. કન્‍ટેઈનમેન્‍ટ ઝોનમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી દરમ્‍યાન આજરોજ રપ0 ઘરોમાં 1447 વ્‍યકિતઓનો સર્વે હાથ ધરવામાં આવેલ જેમાં હાઈ-રીસ્‍ક 39 વ્‍યકિતઓ મળી આવેલ છે જે તમામની તબિયત સારી છે.

તા. ર0/પ/ર0નાં રોજ સુરતથી કસ્‍ટડીમાં આવેલ મહિલાને શંકાસ્‍પદ લક્ષણો જણાતા તા. ર4/પ/ર0નાં રોજ અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. જેનું તા. રપ/પ/ર0નાં રોજ પોઝિટિવ રીઝલ્‍ટ આવતા કોન્‍ટેકટ ટ્રેસીંગની કામગીરી કરવામાં આવેલ જેમાં કુલ 190 વ્‍યકિતઓમાંથી ર0 વ્‍યકિતઓને સરકારી ફેસેલીટી ખાતે તેમજ 89 વ્‍યકિતઓને હોમ કવોરન્‍ટાઈન કરવામાં આવેલ છે.

તેમજ તા. ર3/પ/ર0નાં રોજ બોરીવલી (મુંબઈ)થી સાવરકુંડલા ટ્રેન મારફત આવેલ દેવગામના 44 વર્ષના વ્‍યકિતને તા. ર3/પ/ર0નાં રોજ શંકાસ્‍પદ લક્ષણો જણાતા કુંકાવાવ તાલુકા કવોરન્‍ટાઈન ફેસીલીટી ખાતેથી અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. જેનું તા. ર6/પ/ર0નાંરોજ પોઝિટિવ રીઝલ્‍ટ આવતાં કોન્‍ટેકટ ટ્રેસીંગની કામગીરી કરવામાં આવેલ જેમાં ટ્રેનમાં તેમની સાથે આવેલ વ્‍યકિતઓ તથા તેની સાથે કલોઝ કોન્‍ટેકટમાં આવતા કુલ 14પ વ્‍યકિતઓમાંથી 37 વ્‍યકિતઓને સરકારી ફેસેલીટી ખાતે તેમજ 108 વ્‍યકિતઓને હોમ કવોરન્‍ટાઈન કરવામાં આવેલ છે.

કલેકટર, એસપી, જીલ્‍લા વિકાસ અધિકારી, મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી, પ્રાંત અધિકારી, ડિસ્‍ટ્રીકટ સર્વેલન્‍સ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વિગેરે ઘ્‍વારા મુલાકાત લેવામાં આવેલ છે અને કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારી ઘ્‍વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ ગામનાં લોકો બિન જરૂરી ઘરમાંથી બહાર ના નીકળવા સુચના આપવામાં આવેલ છે.

error: Content is protected !!