સમાચાર

અમરેલીમાં લોકોને હોટલમાં જમવા જવાની છૂટ નહીં મળતાં હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે

ટ્રેન-વિમાન શરૂ થઈ જવા પામેલ છે છતાં

અમરેલીમાં લોકોને હોટલમાં જમવા જવાની છૂટ નહીં મળતાં હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે

બે-બે મહિનાથી કુક સહિતનો સ્‍ટાફ નવરો ધૂપ થયો

અમરેલી, તા.ર6

સરકાર દ્વારા બે મહિના પહેલા અચાનક જ લોકડાઉન જાહેર કરી દેવામાં આવતા લોકો બે-બે મહિનાથી નવરાધૂપ થયા હતા. બાદમાં ધીમે ધીમે લોકો પોતાના કામ ધંધે વળગ્‍યા છે. અને આવા નાના-મોટા ધંધાર્થીઓ રોજી રોટી રળતા થયા છે.

સરકાર દ્વારા હવે રેલ્‍વે સેવા અને વિમાની સેવા પણ ધીમે ધીમે શરૂ કરવા જઈ રહી છે. હાલ એસ.ટી. બસ સેવા પણ શરૂ થઈ જવા પામેલ છે. જેથી આવી સેવા શરૂ થવાના કારણે લોકો પોતાના ધંધાર્થે બહારગામ જતાં આવતા થયા છે. ત્‍યારે બહારગામથી અમરેલીમાં આવતા લોકોને પહેલો પ્રશ્‍ન જમવાનો સતાવી રહયો છે.

સરકાર દ્વારા હાઈવેના ધાબા શરૂ કરાવવામાં આવ્‍યા છે પરંતુ શહેરી વિસ્‍તારોમાં આવેલ ભોજનાલય અને રેસ્‍ટોરન્‍ટ અને હોટલમાં માત્ર ટિફિન સેવાશરૂ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. તે પણ નિયત સમય હોવાના કારણે હોટલ, રેસ્‍ટોરન્‍ટમાં ગ્રાહકોનો મોટો અભાવ જોવા મળે છે.

હવે લોકો કોરોના મહામારી સામે કેમ જીવવું ? શું તકેદારી રાખવી, કેવી કાળજી લેવી તે શીખી ગયા છે. ત્‍યારે છેલ્‍લા ર માસથી હોટલ ઉદ્યોગ બંધ હોવાના કારણે હોટલના ધંધાનો મૃત્‍યુઘંટ વાગી જાય તેવી પરિસ્‍થિતિ છે. ત્‍યારે સરકારે શહેરી વિસ્‍તારમાં હોટલને પૂર્વવત શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ તેમ અમરેલી સૂર્યા ગાર્ડન રેસ્‍ટોરન્‍ટના અરૂણભાઈ કોરાટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!