સમાચાર

અમરેલી જિલ્‍લામાં 1.46 લાખથી વધુ લોકો કોરેન્‍ટાઈન સેન્‍ટરમાં

રાજયનાં કુલ કોરેન્‍ટાઈનનાં 31 ટકા

અમરેલી જિલ્‍લામાં 1.46 લાખથી વધુ લોકો કોરેન્‍ટાઈન સેન્‍ટરમાં

રાજયમાં કુલ કોરેન્‍ટાઈન 4.6પ લાખ લોકો

અમરેલી, તા.ર6

કોરોના મહામારી વચ્‍ચે અનેક લોકો મહાનગરોમાંથી સૌરાષ્‍ટ્ર તરફ પ્રયાણ કરી રહયા છે. ત્‍યારેઅમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા જિલ્‍લામાં પ્રવેશતા લોકોના આરોગ્‍યની તપાસ કરી તેમને કોરેન્‍ટાઈન કરવામાં આવી રહયા છે. ગુજરાત રાજયના આરોગ્‍ય વિભાગની વેબસાઈટ ઉપર નજર કરતા તા.રપ/પના સાંજના આંકડાઓ મુજબ રાજયમાં કુલ 4,6પ,31ર લોકોને હોમ કોરેન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે. જે પૈકી માત્ર અમરેલી જિલ્‍લામાં 1,46,764 લોકો હોમ કોરેન્‍ટાઈનમાં છે. આમ રાજયમાં કુલ કોરેન્‍ટાઈન કરેલા વ્‍યકિતઓ પૈકી 31% લોકો તો માત્ર અમરેલી જિલ્‍લામાં જ છે.

બહારથી આવેલા લોક પર નજર રાખવા માટે જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીમાં સરપંચ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, નગરપાલિકાના સદસ્‍યો વગેરેની ટીમ બનાવવામાં આવી છે. કોરેન્‍ટાઈન લોકોની સમયાંતરે આરોગ્‍ય તપાસ થાય તેમને જીવનજરૂરિયાતની ચીજવસ્‍તુઓ    મળી રહે તેમજ તેઓ કોરેન્‍ટાઈનના નિયમોનું ઉલ્‍લંઘન ન કરે તે બાબતની તકેદારી આ કમિટીના સદસ્‍યોએ રાખવાની છે.

જિલ્‍લા બહારથી આવેલા લોકો જો કોરોનાગ્રસ્‍ત હશે અને બહાર નીકળશે તો કોરોનાના સંક્રમણનું જોખમ વધશે. આ જ કારણોસર વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરેન્‍ટાઈન કરવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેથી અન્‍ય જિલ્‍લામાંથી આવેલા લોકો 14 દિવસ પોતાના ઘરમાં જ રહેશે તો ગ્રીન ઝોન અમરેલીમાંકોરોનાનો ભય ઓછો રહેશે. અને જો કોરોના વોરિયર કમિટી દ્વારા કોરેન્‍ટાઈન લોકો નિયમોના ભંગ કરતા પકડાશે તો તેમના વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

error: Content is protected !!