સમાચાર

પુત્રએ સ્‍વહસ્‍તે માતાના ચક્ષુનું દાન કર્યુ

સાવરકુંડલાનાં સેવાભાવી યુવક મેહુલ વ્‍યાસનાં માતૃશ્રીનાં નિધનથી શોક

મૃત્‍યુ બાદ ચક્ષુદાનની અનેરી કહાની

સાવરકુંડલા, તા. ર6

આમ તો માની અમી દ્રષ્ટિ અને સંતની કૃપા દ્રષ્ટિ એ આજના મિથ્‍યા જગતને એક ઈશ્‍વરીય  અણમોલ ભેટ છે. આમ તો મેહૂલભાઈ વ્‍યાસ (ગજાનન લેબોરેટરી) સાવરકુંડલા એટલે સદા આરોગ્‍ય કેન્‍દ્રનું એક અનોખું નામ. ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં આ શખ્‍સની એક અલગ જ પહેચાન છે.

ખાસ કરીને બ્‍લડ કેમ્‍પ હોય કે બ્‍લડને લગતી કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હમેશાં અગ્રેસર હોય છે. એમાં પણ ચક્ષુ દાનની વાત આવે એટલે કોઈ પણ ચશ્રુદાતાને ત્‍યાં રાત દિવસ જોયા વગર સ્‍વ ખર્ચે પહોંચી અને ચક્ષુદાનની સમગ્ર પ્રક્રિયા જયાં સુધી પૂર્ણ ન થાય અને ચક્ષુઓને ચક્ષુ બેંક સુધી ન પહોંચાડાય ત્‍યાં સુધી તેઓ બીજું કોઈ પણ કાર્ય હાથ લેતાં નથી. આમ તો આચક્ષુદાનની પણ એક જટિલ મેડિકલ પ્રક્રિયા હોય છે. ચક્ષુ કાઢતી વખતે પણ ખૂબ જ સાવધાની અને સતર્કતા અને જરૂરી ડોકયુમેન્‍ટ પ્રક્રિયા કરવાની હોય છે.અને આ ચક્ષુઓ જયાં સુધી ચક્ષુબેંકમાં ન પહોંચે ત્‍યાં સુધી તેનું જીવની જેમ જતન કરવું પડે છે. આવા અનેક લોકોનાં ચક્ષુઓની યોગ્‍ય વિધિ કરી અને આ ચક્ષુઓને હેમખેમ ચક્ષુબેંકમાં પહોંચાડવામાં એમનો અનન્‍ય ફાળો છે.

હવે વાત જાણે એમ છે કે ખુદ મેહૂલભાઈનાં માતુશ્રીનું નિધન થતાં મૃત્‍યુ બાદ ચક્ષુદાન એ ન્‍યાયે જ પોતાની સગી જનેતાનાં ચક્ષુઓને માનવ અંગોથી છૂટા પાડી અને જરૂરી વિધિઓ કરી અને સ્‍વયંનાં માતુશ્રીનાં ચક્ષુઓને સંભાળપૂર્વક ચક્ષુ બેંક સુધી પહોંચાડવા એ પણ એક અગ્નિ પરીક્ષા જેવી ઘટના જ સમજવી, કારણ જે માની આંખોએ પુત્રના સોનેરી સપનાં નિહાળ્‍યાં હોય. જે માની આંખોએ જેને પાપા પગલી પાડતો જોયો હોય એ જ  પુત્રે સ્‍યંમની માતુશ્રીનાં ખુદના હાથે ચક્ષુદાનની પ્રક્રિયા કરવી આ વાત જ કલ્‍પનાતિત છે.

આમ મેહૂલભાઈએ સ્‍યંમની માતુશ્રીના ચક્ષુઓને પણ ચક્ષુદાનની પ્રક્રિયા કરી ચક્ષુ બેંક સુધી પહોચાડયા.!! ખરેખર ઘટના તો હૃદયદાવક છે.!!

પણ એક અડીખમ યોઘ્‍ધાની માફક તેઓએ સ્‍વયંની માના ચક્ષુઓને કોઈ નેત્રહીનની રોશની બનાવવા આ ચક્ષુદાનની પ્રક્રિયા કરી.

આમ તો તેઓ ચક્ષુદાનની પ્રવૃત્તિઓ અને રકત દાનની પ્રવૃત્તિઓ બદલ ગુજરાત રાજયનાં રાજયપાલ દ્વારા બેથી વધારે એવોર્ડ પણ મેળવી ચુકયા છે. હવે જયારે વાત ચક્ષુદાનની જ નીકળી છે તોપ્રસંગે સાવરકુંડલા સ્‍વામીનારાયણ ગુરુકુળના શીરમોર સંત અ.નિ.પ.પૂ. જ્ઞાનસ્‍વામીનો પણ ઉલ્લેખ થયાં વગર રહી શકે નહીં. જીવનભર નેત્ર કેમ્‍પો ચલાવીને મરોણોપરાંત તેમનું ચક્ષુદાન પણ એક નોંધનીય અને ચીર સ્‍મરણીય ઘટના જ છે. એમ તો ચક્ષુહીનતાનાં દર્દને સમજીને જ સાવરકુંડલા શહેરમાં એક આંખની હોસ્‍પિટલનું નિર્માણ થયું હતું. આમ આંખોની રોશની આંખોમાં જ સમાઈ અન્‍યને ચક્ષુ આપી કરી ધન્‍ય જીવનની કહાની.

ધન્‍ય છે એ ચક્ષુદાતાઓને ધન્‍ય છે એ માનવીય રોશની ને જે મૃત્‍યુ બાદ અન્‍યનાં જીવનમાં જીવન પ્રકાશ પાથરે છે. ામ મેહૂલભાઈ વ્‍યાસનાં માતુશ્રીનાં નિધનથી સમગ્ર સાવરકુંડલા શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે અને સમગ્ર શહેરને તેની ખોટ સાલે છે. ભગવાન તેમનાં કુટુંબ પર આવી પડેલી આ અણધારી ઘડીને સહન કરવાની શકિત આપે.

error: Content is protected !!