સમાચાર

કોરોના કરતાં આર્થિક સંકડામણ વધારે ઘાતક

અમરેલી જિલ્‍લામાં હજારો પરિવારોની આર્થિક હાલત દયનીય

કોરોના કરતાં આર્થિક સંકડામણ વધારે ઘાતક

નાના વેપારીઓ, ફેરિયાઓ, ખાનગી નોકરીયાતો, કારીગર વર્ગની આવક જ બંધ થઈ ગઈ

હજારો પરિવારોને બે ટંકનાં ભોજન માટે રેશનીંગ દુકાનો અને સેવાકીય સંસ્‍થાઓની મદદ લેવી પડે છે

મઘ્‍યમવર્ગીય પરિવારોને ઉધાર-ઉછીના રૂપિયા લેવામાં પણ મુશ્‍કેલી ઉભી થઈ રહી છે

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લામાં કોરોના કરતાં આર્થિક સંકડામણને લઈને હજારો પરિવારોની હાલત અતિ દયનીય બની ચુકી છે. જિલ્‍લામાં કોરોના સંક્રમણનાં માત્ર 6 દર્દીઓ છે પરંતુ આર્થિક સંકડામણનો સામનો કરતાં હજારો પરિવારો છે.

કોરોનાને લઈને લાગુ થયેલ લોકડાઉનને ર મહિના કરતાં વધારે સમય પસાર થયો છે. છેલ્‍લા ર મહિનાથી નાના વેપારીઓ, કારીગરવર્ગ, ફેરિયાઓનો રોજગાર છીનવાઈ જતાં ર મહિના સુધી બચતનાં સહારે ઘરનું ગુજરાન ચાલવ્‍યા બાદ હવે બચતની રકમ પણ ખર્ચાઈ ગઈ છે. કયાંયથી ઉધાર-ઉછીનાં નાણા મળતા નથી.

ગરીબ કરતાં પણ વધારે ખરાબ હાલત મઘ્‍યમવર્ગીય પરિવારોની બની છે. જુદી-જુદી લોનનાં હપ્‍તા, ઘરખર્ચ, વીજબીલ, મકાન ભાડુ સહિતનો ખર્ચ કેવી રીતે ભોગવવો તેની સમજ પડતી નથી.

છેલ્‍લા ર મહિનાથી રેશનીંગ દુકાનો તેમજ સેવાકીય સંસ્‍થાઓની મદદથી ખાદ્યસામગ્રી મળતીહોવાથી ભોજનની ગાડી ચાલી રહી છે. પરંતુ ખિસ્‍સામાં ફુટી કોડી ન હોવાથી મઘ્‍યમવર્ગીય પરિવારોનાં મોભીની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.

જિલ્‍લાની તમામ સરકારી અને સહકારી બેન્‍કોએ તાત્‍કાલીક ધોરણે ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોને રપ થી પ0 હજાર રૂપિયાની મર્યાદામાં લોન આપવી જરૂરી બની છે. કારણ કે રાજય અને કેન્‍દ્ર સરકારે મઘ્‍યમવર્ગીય પરિવારોને રોકડ સહાય કરવાની કોઈ તૈયારી દર્શાવી નથી. જેથી વધારે ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!