સમાચાર

સાવરકુંડલાની યુવતી અને ટીંબીનાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સારવાર શરૂ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં કુલ 6 પોઝિટિવ કેસ

સાવરકુંડલાની યુવતી અને ટીંબીનાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સારવાર શરૂ

સંપર્કમાં આવેલ તમામ વ્‍યકિતઓની ઓળખ થઈ રહી છે

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લામાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્‍યારે આજ તા. રપ મે ના કોરોના વાઈરસના વધુ ર પોઝિટિવ કેસ મળી જિલ્‍લામાં કુલ 6 કેસ નોંધાયા છે.

સૌપ્રથમ કેસ જાફરાબાદનાં ટીંબી ખાતેનો છે. અહીં 31 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. આ પુરૂષ તબીબની કોઈ ટ્રાવેલ હિસ્‍ટરી નથી. તેઓને છેલ્‍લા 3 દિવસથી તાવ, શરદી તેમજ ખાંસીના લક્ષણો જણાતાં ગઈકાલે તેમને અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરાયા હતા. હાલ ટીંબી ખાતેનું એમનું દવાખાનું સંપૂર્ણપણે બંધછે.

જયારે બીજો કેસ સાવરકુંડલાની 19 વર્ષીય યુવતીનો છે. આ યુવતીને તાવ, ખાંસીના લક્ષણો જણાતા ગઈકાલે તેમને સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા. સુરત પોલીસે આ મહિલાની સ્‍ટડી અમરેલી પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મહિલા અમરેલીમાં રહૃાા નથી.

હાલ વહીવટીતંત્ર ઘ્‍વારા આ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!