સમાચાર

કો’ક તો બોલો : આત્‍મનિર્ભર લોન મળશે કે નહી ?

અમરેલી જિલ્‍લાનાં નાના-મોટા વેપારીઓ અને ખાનગી નોકરીયાતો પુછે છે

કો’ક તો બોલો : આત્‍મનિર્ભર લોન મળશે કે નહી

અમરેલી જિલ્‍લામાં એકપણ સહકારી બેન્‍ક દ્વારા લોન અંગે દૂધનું દૂધ નેપાણીનું પાણી કરાતું નથી

જિલ્‍લાનાં એક લાખ જેટલા પરિવારો પણ આત્‍મનિર્ભર લોનને લઈને અસમંજસની સ્‍થિતિમાં

4 મહિના બાદ લોન મળવાની આશા ઉપર પાણીઢોળ થશે કે શું તેવો પ્રશ્‍ન ઉભો થયો

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લાનાં હજારો પરિવારોમાં આત્‍મનિર્ભર લોન મળશે કે નહી. મળે તો કયારે અને કેવી રીતે મળશે તેવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ રહૃાો હોય સત્તાવાર રીતે કોઈ જાહેરાત થાય તેવી માંગ ઉભી થઈ છે.

રાજય સરકારે નાના દુકાનદારો, ફેરિયાઓ, ખાનગી નોકરીયાતોને કોરોના બાદની સ્‍થિતિમાં પૂનઃ પગભર કરવા માટે આત્‍મનિર્ભર લોનની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં રાજયભરની સહકારી બેન્‍કો ઘ્‍વારા રૂપિયા 1 લાખની મર્યાદામાં 3 વર્ષની મુદત માટે ર ટકાનાં વાર્ષિક વ્‍યાજે લોન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં શરૂઆતનાં 6 મહિના સુધી લોનધારકને હપ્‍તો ભરવાનો નથી અને બાકીનું વાર્ષિક 6 ટકાનું વ્‍યાજ સરકાર ભરી દેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ર1 મેથી રાજયનાં મહાનગરોમાં આવેલ સહકારી બેન્‍કોની બહાર લોનનું ફોર્મ મેળવવા લાંબી લાઈનો લાગી છે. જો કે લોન સપ્‍ટેમ્‍બર કે ઓકટોબરમાં આપવાની છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલી જિલ્‍લાની એકપણ સહકારી બેન્‍ક કે ક્રેડીટ સોસાયટી ઘ્‍વારા હજુ ફોર્મ આપવાનું શરૂ કરાયું નથી.ફોર્મ કયારે અપાશે, લોન અપાશે કે નહી, લોન અપાશે તો કોને, કેવી રીતે અપાશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવતી ન હોય જિલ્‍લાનાં હજારો પરિવારોનાં મોભીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

error: Content is protected !!