સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર કેસ પોઝિટિવ

સાવરકુંડલાનાં નાના ઝિંઝુડા અને અમરેલીનાં ચાડિયા ગામે દેખા દીધી

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર કેસ પોઝિટિવ

નાના ઝિંઝુડાનાં 4પ વર્ષીય મહિલા અને ચાડિયાનાં 4ર વર્ષીય પુરૂષનાં રિપોર્ટ પોઝિટિવ

ચાડિયાનાં પુરૂષ અમદાવાદનાં બાપુનગરથી 3 દિવસ પહેલાં આવ્‍યા હતાં

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લામાં આજે એક મહિલા અને એક પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્‍લામાં કુલ 4 કેસ પોઝિટિવ આવતાં આરોગ્‍ય વિભાગ હરકતમાં આવેલ છે અને બન્‍ને ગામમાં કોરેન્‍ટાઈન સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

સાવરકુંડલાનાં નાના ઝિંઝુડા ગામની 4પ વર્ષીય મહિલા કયાંય ગયા નથી કે કયાંય આવ્‍યા નથી પરંતુ ગામનાં અન્‍ય શહેરોમાંથી આવેલ વ્‍યકિતઓનાં કારણે કોરોનાથી સંક્રમિત થયા હોય તેવું લાગે છે.

જયારે અમરેલીનાં ચાડિયા ગામનાં 4ર વર્ષીય પુરૂષ 3 દિવસ પહેલા બાપુનગરથી આવતાં તેમની તપાસ કરતાં તેઓ પણ કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવેલ છે.

ડીએમ આયુષ ઓકનાં માર્ગદર્શનતળે આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા બન્‍ને ગામોમાં કોરેન્‍ટાઈન અને ટ્રેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!