સમાચાર

અમરેલી જિલ્‍લામાં લોકડાઉન કાળમાં પણ ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી

ખાણ-ખનીજ વિભાગે રૂપિયા 10 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો

અમરેલી જિલ્‍લામાં લોકડાઉન કાળમાં પણ ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી

રાજુલાના વડલી ગામે ર વ્‍યકિતની ર ટ્રેકટર સાથે અટકાયત

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લામાં કોરોના કહેર વચ્‍ચે લોકડાઉનની ગંભીર પરિસ્‍થિતિમાં પણજુદી-જુદી નદીઓ અને વિસ્‍તારમાંથી ખનીજ ચોરી થઇ રહી હોય ખાણ-ખનીજ વિભાગે ચેકીંગ કરીને ર વ્‍યકિતને ખનીજ ચોરી કરતા ઝડપી લીધેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલી ખાણ ખનીજ વિભાગના ભૂસ્‍તરશાસ્‍ત્રી બી.એમ. જાળોધરાની સુચનાથી રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર રોહિતસિંહ આર. જાદવ, માઇન્‍સ સુપરવાઇઝર અંકિત પરમાર સહિતની ટીમ દ્વારા તા. રર મે ના રોજ રાજુલા તાલુકાના વડલી ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ઘણો નદીના પટ્ટમાંથી રેતી ચોરી કરતા ર ટ્રેકટર સહિત ર વ્‍યકિતની 10 લાખના મુદ્‌ામાલ કબ્‍જે કરી રાજુલા પોલીસ સ્‍ટેશનને કબ્‍જો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકડાઉનમાં પણ સતત જિલ્‍લાઓની વિવિધ નદીઓ ખુંદી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભૂમાફિયાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!