સમાચાર

રાશન, પાન અને હવે લોન માટે લાઈન લાગી

દેશની કરોડોની જનસંખ્‍યાની અર્ધી જિંદગી તો લાઈનમાં પસાર થાય છે

રાશન, પાન અને હવે લોન માટે લાઈન લાગી

સરકારી દવાખાનાઓ, રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેન્‍ડ, સરકારી શાળાઓ, સરકારી કચેરીઓ સહિત જયાં જુઓ ત્‍યાં લાઈન લાગી

13પ કરોડની જનસંખ્‍યાનાં પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં તમામ સરકારો નિષ્‍ફળ નિવડી

અમરેલી, તા.ર3

ભારત દેશની જનસંખ્‍યાનો આંક 13પ કરોડને વટાવી ગયો હોય તેના પ્રમાણમાં આઝાદી બાદનીતમામ સરકારો માળખાકીય સુવિધાઓ ઉભી કરી શકી ન હોવાથી દેશવાસીઓની અર્ધી જિંદગી તો લાઈનમાં ઉભા રહેવામાં જ પસાર થઈ જાય છે.

લોકડાઉનના દિવસોમાં સરકારે ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોને મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો તો રેશનિંગ દુકાનોએ લાંબી લાઈન લાગી. બાદમાં પાન, બીડીની દુકાનો ખુલ્‍લી તો ત્‍યાં વ્‍યસનીઓની લાઈન લાગી તો નવી દિલ્‍હી સહિતના અનેક રાજયોમાં વાઈન (દારૂ) લેવા માટે લાંબી લાઈન લાગી.

હવે સરકારી બેન્‍કો દ્વારા રૂપિયા એક લાખની લોન આપવાનો નિર્ણય થયો તો લોનનું અરજી પત્રક મેળવવા માટે પણ લાંબી લાઈનો લાગી ગઈ.

તદ્‌ઉપરાંત, રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેન્‍ડ, એરપોર્ટ, સરકારી દવાખાના, સરકારી શાળાઓ, સરકારી કચેરીઓ સહિત જયાં પણ જુઓ ત્‍યાં જનતા જનાર્દનને લાઈનમાં જ ઉભા રહેવું પડે છે.

તેવી જ રીતે મહાનગરોમાં ટુ-વ્‍હીલર કે કાર લઈને કયાંય જવું હોય તો ટ્રાફિક સિગ્નલ નજીક પણ લાઈન લાગી જાય છે. વીજબીલ ભરવા જાય તો ત્‍યાં પણ લાઈન જોવા મળે અને સામાજિક પ્રસંગોએ યોજાતા જમણવારમાં પણ હાથ ડીશ લઈને લાઈનમાં ઉભા રહેવું પડે તો જમવાનું મળી રહયું છે.

દેશમાં જનસંખ્‍યાનો સતત વધારો થઈ રહયો છે. તેના પ્રમાણમાં માળખાકીય સુવિધાઓનો વધારો થતો ન હોવાથી દેશવાસીઓ દર વર્ષે લાખો કરોડોરૂપિયાનો ટેક્ષ ચૂકવે છતાં પણ તેના માટે સુવિધાઓ ઉભી થતી નથી અને કરોડો રૂપિયા કયાં પગ કરી જાય છે તે તપાસનો વિષય છે.

error: Content is protected !!