સમાચાર

3 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્‍કર્મ આચનાર નરાધમને ઝડપી લેવાયો

સાવરકુંડલાનાં મણીનગર વિસ્‍તારમાંથી મોડી રાત્રીએ ઉઠાવી જઈને

3 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્‍કર્મ આચનાર નરાધમને ઝડપી લેવાયો

એ.એસ.પી. પ્રેમસુખ ડેલુનાં નેતૃત્‍વમાં જુદી-જુદી ટીમોએ સીસીટીવી કુટેજ અને વર્ણનનાં આધારે આરોપીને દબોચી દીધો

પોકસો સહિતની ગંભીર કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી

સમગ્ર બનાવની ગંભીરતાને સમજીને એસ.પી. નિર્લિપ્‍ત રાયે આરોપીને ઝડપવા જુદી-જુદી ટીમની રચના કરી હતી

સાવરકુંડલા, તા. રર

સાવરકુંડલાનાં મણીનગર વિસ્‍તારમાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીને નરાધમે મોડી રાત્રીએ ઉઠાવી જઈને જેસર રોડની અવાવરૂ જગ્‍યાએ લઈને દુષ્‍કર્મ કર્યાની ઘટના બહાર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ શખ્‍સ સામે રોષનો માહોલ ઉભો થયો હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાનાં મણીનગર વિસ્‍તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતાં શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીને તે વિસ્‍તારમાં રખડપટ્ટી કરતો શખ્‍સ રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઈ માંગરોળીયા (ઉ.વ. 3પ) રે. રેલ્‍વે સ્‍ટેશન નજીક સાવરકુંડલાવાળાએ પોતાની દાનત ખરાબ થતાં ગત મોડી રાત્રીએ બાળકીને રીક્ષામાં ઉપાડી જઈ જેસર રોડ પર આવેલ અવાવરૂ જગ્‍યાએ લઈ જઈદુષ્‍કર્મ આચરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે એએસપી પ્રેમસુખ ડેલુનાં માર્ગદર્શનતળે એલસીબી ઈન્‍ચાર્જ પીઆઈ આર.કે. કરમટા, પીએસઆઈ પી.એન. મોરી, એસઓજી પીઆઈ કે.ડી. જાડેજા, પીએસઆઈ એમ.એ. મોરી અને સાવરકુંડલા ટાઉન પીઆઈ આર.આર. વસાવાની ટીમ બનાવીને આરોપીને ઝડપવા માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને પોલીસ અધિકારીઓએ સીસીટીવી કુટેજ, બાળકો અને તેના મોટાભાઈને સાંત્‍વનાં આપી વૈજ્ઞાનિકઢબે પુછપરછ કરતાં આરોપી અંગે થોડી-ઘણી વિગતો મેળવીને તે આધારે તપાસ શરૂ કરીને ગણતરીની કલાકોમાં જ આરોપી રાજુ માંગરોળીયાને દબોચી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે પોકસો એકટ મુજબ ગુન્‍હો નોંધીને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની તૈયારી શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.આર. વસાવા ચલાવી રહૃાાં છે.

error: Content is protected !!