સમાચાર

અમરેલી જિલ્‍લામાં બંધ કરેલ માર્ગોને ખોલવા માંગ

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા સાવચેતીરૂપે

અમરેલી જિલ્‍લામાં બંધ કરેલ માર્ગોને ખોલવા માંગ

વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન સેંકડો ગાડા અને કાચા માર્ગોને બંધ કરાતાં ખેડૂતો પરેશાન

અનેક માર્ગોને જેસીબી વડે ખોદી નાખવામાં આવ્‍યા હોવાનો પણ આક્ષેપ થઈ રહૃાો છે

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લામાં લોકડાઉન લાગુ થયા બાદ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર ઘ્‍વારા રાતોરાત જિલ્‍લાનાં અનેક કાચા અને ગાડામાર્ગોને બંધ કરી દેવામાં આવતાં ગ્રામ્‍ય જનતા અને ખેડૂતોમાં મુશ્‍કેલીનો માહોલ ઉભો થયો છે. અમરેલી જિલ્‍લામાં લોકડાઉન-4 દરમિયાન વેપાર-ધંધા અને પરિવહન માટે વ્‍યાપક પ્રમાણમાં છુટછાટ આપવામાં આવી રહી છે. એક જિલ્‍લામાંથી બીજા જિલ્‍લામાં પણ શરતોને આધિન અવર-જવરની મંજુરી આપવામાં આવી છે.

અમરેલી જિલ્‍લાને અન્‍ય જિલ્‍લા સાથે જોડતા અનેક માર્ગોને બંધ કરી દેવાતાં સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન દીપક માલાણીએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવીને માર્ગો બંધ થવાથી ખેડૂતોને મુશ્‍કેલી થતી હોવાની રજૂઆત કરી હતી.

તદુઉપરાંત વિસાવદરનાં રાવણી ગામનાં ખેડૂતે પણ પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીનેપત્ર પાઠવીને ધારીને વિસાવદર સાથે જોડતા કાચા માર્ગને ખોલવાની માંગ કરી હોય વહીવટીતંત્ર ઘ્‍વારા ખેડૂતો અને ગ્રામ્‍ય જનતાનાં હિતમાં બંધ થયેલ તમામ માર્ગોને ખુલ્‍લા કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.

error: Content is protected !!