સમાચાર

રાજુલાનાં મામલતદારે માસ્‍ક વગર ફરનાર વ્‍યકિતઓને દંડ ફટકાર્યો

રૂપિયા 9600નાં દંડની રકમ વસુલાઈ

રાજુલા, તા. રર

કોરોના વાઈરસનાં સંક્રમણને રોકવા માટે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક પહેરવું ખૂબ જ જરૂરી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા કલેકટરના તા. ર0 મે નાં જાહેરનામા મુજબ જિલ્‍લાનાં દરેક નાગરિકે માસ્‍ક પહેરવું આવશ્‍યક છે તેમજ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન કરવું પણ જરૂરી છે. તેમજ જો કોઈ વ્‍યકિત આ નિયમનો ભંગ કરશે તો તે દંડનીય છે. જે અન્‍વયે મામલતદાર રાજુલા કે.આર. ગઢીયા અને નાયબ મામલતદાર એચ.એમ. વાળા ઘ્‍વારા રાજુલા તાલુકાનાં વિવિધ ગામો તથા શહેરની મુલાકાત દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા રાજુલા શહેરમાં કુલ 3પ વેપારી પાસેથી માસ્‍ક ન પહેરવા બદલનો ર00 રૂપિયા લેખે કુલ 7000 દંડ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી કુલ 13 વ્‍યકિત પાસેથી ર600 રૂપિયા એક કુલ 9600 રૂપિયાનો દંડ વસુલ કરી વેપારીને તેમજ ગ્રાહકોને કલેકટરનાં જાહેરનામાંથી જાગૃત કરી ફરજીયાત માસ્‍ક પહેરવા, સોશ્‍યલ ડિસ્‍ટન્‍સરાખવ, દરેક વેપારી તેમજ ગ્રાહકોને આરોગ્‍ય સેતુ એપ્‍લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી જનજાગૃતિ માટે વિવિધ સ્‍થળોની મુલાકાત લીધી હતી અને લોકોને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારે જિલ્‍લાનાં દરેક નાગરિક પોતાની ફરજ સમજીને તંત્રનાં નિયમનું પાલન કરે અને વહીવટીતંત્રને સહકાર આપે તે જરૂરી છે.

error: Content is protected !!