સમાચાર

ધારી એસ.ટી. ડેપો દ્વારા 4 રૂટ પર બસ સેવાનો પ્રારંભ

60 દિવસનાં લોકડાઉન બાદ

ધારી એસ.ટી. ડેપો દ્વારા 4 રૂટ પર બસ સેવાનો પ્રારંભ

આવક અને મુસાફરો બન્‍નેમાં ઘટાડો

ધારી, તા. રર

ધારી એસ.ટી. ડેપોમાંથી બસો ચાલું કરવામાં આવી છે જેમાં શરૂઆતમાં માત્ર 4 રૂટ પર બસ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર દેશ અને જિલ્‍લામાં લોકડાઉનના કારણે છેલ્‍લા 60 દિવસથી એસ.ટી. પરિવહન બંધ હતું. તેવામાં લોકડાઉન-4માં એસ.ટી. બસ ચલાવવાની મંજુરી શારીરિક અંતર રાખીને છુટ આપવામાં આવી છે. જેના પગલે ધારી એસ.ટી. ડેપો ઘ્‍વારા બસોને સેનેટાઈઝ કરી ડેપો ખાતે બુકીંગ કરી 4 જેટલા બસ રૂટ શરૂ કરાયા છે. જેમાં ધારી-બગસરા, ધારી-અમરેલી, ધારી-સાવરકુંડલા, ધારી- ભાવનગરનો સમાવેશ થાય છે. જો કે આગામી સમયમાં વધુ બસો ચાલું થવાની શકયતા છે અને હાલ બસમાં મુસાફરો તથા આવક ઓછી જણાય છે. જો ગ્રામ્‍ય વિસ્‍તારોના રૂટ શરૂ કરવામાં આવે તો તાલુકાનાં લોકો તેનો લાભ લઈ શકે. જેથી ગ્રામ્‍યવિસ્‍તારોના રૂટ જલદી શરૂ થાય તેવું લોકો ઈચ્‍છી     રહૃાા છે.

error: Content is protected !!