સમાચાર

દામનગરમાં 60 દિવસનાં વિરામ બાદ પુનઃ હીરાનાં કારખાનાઓ શરૂ થશે

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમોનાં પાલન સાથે

ભૈ વાહ : દામનગરમાં 60 દિવસનાં વિરામ બાદ પુનઃ હીરાનાં કારખાનાઓ શરૂ થશે

રત્‍ન કલાકારોને રોજગારી મળવાની શરૂ થશે

દામનગર, તા. રર

દામનગર શહેરમાં લોકડાઉનથી રર માર્ચથી સતત બંધ રહેલ હીરાઉદ્યોગ તારીખ ર4/પ થી શરૂ થવા જઇ રહયો છે. સવારના 7:00 કલાકથી સાંજના 4:00 કલાક સુધીના સમયદરમ્‍યાન સરકારની ગાઇડ લાઇન અને ધારાધોરણથી હીરાઉદ્યોગ શરૂ કરવા જિલ્‍લા ડાયમંડ એસોસીએશનના લલીતભાઇ ઠુંમર સાથે દામનગર ડાયમંડ એસો.ના અગ્રણીઓએ કરેલ ચર્ચા વિચારણા બાદ દામનગર શહેરમાં હીરા ઉદ્યોગ શરૂ કરવા સ્‍થાનિક પીએસઆઇ સાથે થયેલ વાતચીતમાં સરકારની ગાઇડ લાઇન મુજબ હીરાઉદ્યોગ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ, ફરજીયાત માસ્‍ક, પાન-માવા ખાઇને થુંકવાની મનાઇ, સેનીટાઇઝ એક યુનિટમાં બે વ્‍યકિતઓ, ઓફીસ સ્‍ટાફ ગણ વ્‍યકિતઓ સાથે કાર્યરત કરવાનો રહેશે. ચેકિંગ દરમ્‍યાન પાન માવા ખાઇને થુંકવાનું માલુમ પડશે તો રૂપિયા બે હજારનો દંડ, માસ્‍ક નહીં પહેરનારને રૂા. ર00 નો દંડ થશે અને પંદર દિવસ સુધી કારખાનું સીલ કરવા સુધીના પગલા લેવામાં આવશે. સરકારના આદેશાત્‍મક તમામ નિયમોના પાલન સાથે રવિવારથી અનેક કારખાનાદારો એ હીરાઉદ્યોગ શરૂ થવા તૈયારી દર્શાવી છે. બે માસથી બંધ હીરાઉદ્યોગ દામનગર શેરી અને રપ થી વધુ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હજારો હાથને હુન્‍ન કૌશલ્‍યને રોજગારી આપતો ઉદ્યોગ શરૂ કરવા અને કારખાનેદારો એ સરકારની ગાઇડ લાઇન હેઠળ શરૂ કરવા તૈયારી દર્શાવી છે. હીરાની દિશાને પેલ પાડશે. રત્‍નકલાકારો બે માસના લાંબા વિરામ બાદ ફરી ધમધમશે હીરા ઉદ્યોગ.

error: Content is protected !!