સમાચાર

થોડી ઘણી બચત કરો તો મુશ્‍કેલીમાં કામ આવશે

સંઘરાયેલું કામ આવેખરા ટાણે ખબર પડે તે આ સાંપ્રત સમયમાં લોકોને ખબર પડી. આપણા વડીલો વડવાઓ યુવા પેઢીને સમજણ આપતા બાપ-દાદાની મિલકત વેચાય નહીં. પાંચ વીઘા હશે તો ખોતરી ખવાશે. હાલ અત્‍યારે આ યુવા પેઢીને આ વાતનો અહેસાસ થતો હોય તો જાગ્‍યા ત્‍યાંથી સવાર. વેવારે વાપરો લોભ નહીં કરકસર કરો. થોડુ ઘણું બચાવ્‍યું હશે તો કપરા સમયમાં કામ આવશે. વડીલોની શીખામણ સોનાની હોય છે. આપણા વડવાઓનો ઈતિહાસ તપાસો. જુની વાતો સાંભળો દુષ્‍કાળ ઉપર દુષ્‍કાળ પડતા ત્‍યારે તો આવી વિજ્ઞાનની ટેકનોલોજી નહોતી. કોઠીઓમાં જુવાર જમીનમાં સંઘરી રાખી કાળ સમયમાં કાઢતા અને કાળ પસાર કરતા, છતાં પણ આવા ઘણા દુષ્‍કાળો સહન કર્યા વેઠ કરવાની પ્રથા ગુલામીમાં જીવવાનું છતાં પણ બાપ-દાદાની એક વીઘો જમીન પણ ઓછી કરી ન હતી અને સુખ-દુઃખ સહન કરીને પણ વારસામાં આ જમીનો આપી છે તો યુવા પેઢીને ખાસ જણાવવાનું કે આપણા વડીલોની વાત માનજો અને જીવનમાં ઉતારજો. વડીલો અને પૂર્વજો અંતરથી આશીર્વાદ આપશે. કુદરતી કોઈ સમય ખરાબ આવે ત્‍યારે આપણા પૂર્વજોના આશીર્વાદ લેવા. સમય જતા ઈશ્‍વર સૌ સારા વાના કરશે. કપરા સમયને ધીરતા અને સમજણ કેળવી જીવતા શીખવું તે જ સાચી પ્રાર્થના અને તેમાં જ સૌનું ભલુ છે. સાચા સુખમાં તો સૌ સગપણ રાખેદુઃખમાં સાથ આપે તે જ સાચો સગો. સાચો મિત્ર અને સાચો પાડોશી. જેમણે જીવન આપ્‍યું છે તે જ જીવાડશે. તે જ સુખ-દુઃખ આપે છે તેમ માની જીવવાનું.

વલ્‍લભભાઈ રામાણી (પટેલ સંકુલ હોસ્‍ટેલ ડાયરેકટર)

error: Content is protected !!