સમાચાર

અમરેલીમાં રાષ્‍ટ્રશકિત એકતામંચ દ્વારા હોમિયોપેથીક દવાનું વિતરણ

અમરેલી મુકામે રાષ્‍ટ્ર શકિત એકતા મંચના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ ઉષાબેન, ઉપાઘ્‍યક્ષ ભરતભાઈ, ધીરૂભાઈ તેમજ જિલ્‍લા પ્રમુખ હેમંતભાઈના માર્ગદર્શનમાં ગરીબ વિસ્‍તારમાં રૂબરૂ મુલાકાત લઈ ગરીબ પરિવારને માસ્‍ક વિતરણ તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરેલ. આ તકે હોમિયોપેથીક મેડિકલ ઓફિસર હિમાંશુભાઈ વાજા ખાસ ઉપસ્‍થિત રહી કોરોના વાઈરસ સંબંધે શું તકેદારી રાખવી તેની વિસ્‍તૃત સમજ આપેલી. તેમજ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ, માસ્‍ક પહેરવું તે સંબંધે કાર્યકરોએ સમજણ આપેલ. આ આયોજનમાં જિલ્‍લા ઉપપ્રમુખ દિલાભાઈ વાળા, મહિલા ઉપપ્રમુખ નિકિતાબેન મહેતા, સોનલબેન નથવાણી તેમજ સભ્‍ય એરિકાબેન વાળા, કમલેશભાઈ સોલંકી, તેજસભાઈ ઢોણે, સુનિલભાઈ રાજયગુરૂ વિગેરે હાજર રહી કામગીરી કરેલી ને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ ને આગામી દિવસોમાં સીટીના વિવિધ વિસ્‍તારોને આવરી લેવામાં આવનાર છે તેમ જિલ્‍લા મંત્રી અજયભાઈ પંડયાની અખબારી યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!