સમાચાર

રાજય સરકારને પત્ર પાઠવી કરી રજુઆત

અમરેલી જિલ્‍લાનાં તમામ એસ.ટી. ડેપો પર મેડીકલ સ્‍ટોર શરૂ કરો

ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયાની માંગ

અમરેલી, તા. રર

કોરોના જંગ સામેની લડત સાથે તકેદારી સાથે મુસાફરોની આવન-જાવન શરૂ થઇ છે તેવા સમયે મુસાફરોને આવશ્‍યક દવાઓ એસટી ડેપોપરથી જ મળી રહે તે માટે તાલુકા, જિલ્‍લા એસ.ટી. ડેપો ખાતે મેડીકલ સ્‍ટોર શરૂ કરવા અમરેલી જિલ્‍લા ભાજપ મહામંત્રી અને યુવા નેતા કૌશિક વેકરીયાએ રાજય સરકારમાં રજુઆત કરી છે.  વેકરીયાએ વધુમાં જણાવેલ છે કે, મુસાફરોમાં વિદ્યાર્થીઓ, બાળકો, મહિલાઓ, વૃઘ્‍ધો સહિતના સૌ કોઇ મુસાફરી કરતા હોઇ, દવાની જરૂરીયાતના સમયે ડેપોથી દુર જવાની જરૂરત ન રહે. સમય અને નાણાનો વ્‍યય ન થાય તે માટે આવી સુવિધા ડેપો ઉપર શરૂ કરવા લોકહિતની રજુઆત રાજય સરકાર સમક્ષ કરી હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!