સમાચાર

તીડના ઉપદ્રવને રોકવા જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા 11 ટીમ તૈયાર કરાઇ : કલેકટર

તીડના ઉપદ્રવને રોકવા જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા

ખેતીવાડી વિભાગ દ્વારા 11 ટીમ તૈયાર કરાઇ : કલેકટર

સાવરકુંડલા, લીલીયા અને ખાંભાના ગામોમાં તીડનો ઉપદ્રવ

અમરેલી, તા. રર

અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી રણતીડનાં આક્રમણનો પ્રશ્ન ઉભો થયો છે. આ તીડના કારણે ખેતરના ઉભા પાક અને ફૂલ-છોડને મોટાં પ્રમાણમાં નુકશાન થઈ શકે તેમ છે. આ મામલે કલેકટરે જણાવ્‍યું હતું કે, ગઈકાલથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને લીલીયા તાલુકામાં તીડનો ઉપદ્રવ જોવા મળ્‍યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા 11 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા હાલ તીડના નિરક્ષણ તેમજ નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તીડ દ્વારા જેનુકશાન થશે તેનું આકલન કરી રાજય સરકારને રીપોર્ટ મોકલવામાં આવશે.

જિલ્લા ખેતીવાડી અધિકારી કે. કે. પટેલએ જણાવ્‍યું હતું કે  રણતીડ મોટાભાગે પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્‍તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હમણાં થોડા સમયથી આ તીડએ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે ગઈકાલે સાંજે લીલીયાના સનાળિયા ગામે ગામે તીડ જોવા મળ્‍યા હતા જે ભાવનગર બાજુથી પવનની દિશા સાથે અહીં આવ્‍યા હતાં અને હવે ફરી ભાવનગર તરફ પરત ફર્યા છે. ગઈકાલે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે જોવા મળેલા તીડ હાલ ખાચરિયા ગામ તરફ વિચરિત થયા છે. તેમજ ખાંભા તાલુકાના રાયડી અને રાણીંગપરા ગામના ખેત વિસ્‍તારોમાં જોવા મળેલા તીડ હાલ આદસંગ ગામ બાજુ પવનની દિશામાં વિચરીત થયા છે. આ તીડનો ઉપદ્રવ રોકવા માટે ગ્રામકક્ષાએ જાગૃતિ લક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ઢોલ થાળી વગાડી અવાજ કરી અને તીડને ભગાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તીડનો નાશ કરવા દવા, લીંબોળીનો અર્ક, ક્‍લોરપાયરીફોસ જેવા રસાયણોનો છંટકાવ કરવો. આ તીડ દિવસ દરમિયાન ભોજનની શોધમાં ફરતા હોય છે અને રાત્રે એ ઝાડ પર વિશ્રામ કરે છે ત્‍યારે જ તેનો નાશ કરવાના પ્રયાસો ગ્રામજનોના સહકારથી રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહયાછે.

 

 

જિલ્‍લા ખેતીવાડી અધિકારી દ્વારા

અમરેલી જિલ્‍લામાં નુકસાન કરનાર રણતીડની વિગતો પહોંચાડવા અનુરોધ

ફોન નંબર 0ર79ર રર3ર4 પર સંપર્ક કરો

અમરેલી, તા. રર

તાજેતરમાં રાજયના અમરેલી જિલ્લામાં તીડ જોવા મળ્‍યા છે. રણતીડના ટોળાં હજારો માઇલ દૂરના દેશોમાં જઇ મોટું નુકસાન કરી શકે છે. જેથી અમરેલી જિલ્લામાં રણતીડના ઉપદ્રવની શકયતાઓને ઘ્‍યાનમાં રાખી અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો ભીડ કયાંથી એટલે કે કઈ દિશામાંથી આવ્‍યા, કેટલાક વિસ્‍તારમાં બેઠા, કયાં ગામે કઈ સીમમાં સીમમાં બેઠા તે અંગેની માહિતી તરત જ અત્રેની કચેરીના તીડ કંટ્રોલ રૂમના ફોન નંબર 0ર79ર રર33ર4 પર જાણ કરવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.

ઉપરાંત ખેડૂતોને રણતીડ જોવા મળે તો તરત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્‍તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક (વિસ્‍તરણ)ની કચેરી ખાતે તાત્‍કાલિક જાણ કરવા વિનંતી છે.

રણતીડ નિયંત્રણ માટે ગ્રામ્‍ય કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટેલર/ટ્રેકટર તૈયાર રાખવા. તેમજ દવા છંટકાવ માટે ફુટ સ્‍પ્રેયર અથવા પાવર ઓફ સ્‍પ્રેયર તૈયાર રાખવા. તીડનીગીચતાને ઘ્‍યાનમાં રાખી વહેલી સવારના સમયે કલોરપાયરીફોસ ર0% ઇ.સી. ર4 મિલી, પ0 %  ઇ.સી.10 મિલી, લેમડાસાયહેલોથ્રીન પ%  ઇ.સી. 10 મિલી, મેલથીયોન પ0%  ઇ.સી. 37 મિલી, ફિપ્રોનિલ પ%  એસ.સી. ર.પ મિલી, ફિપ્રોનીલ ર.9ર%  ઇ.સી. 4.પ મિલી, ડેલ્‍ટામેથ્રીન ર.8 %  ઇ.સી.10 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી  ઉપદ્રવિત વિસ્‍તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કરવામાં આવે છે.

error: Content is protected !!