સમાચાર

કોરોના મહામારીના સમયમાં સરપંચની ભૂમિકા અતિ મહત્‍વની : કલેકટર

કલેકટર આયુષ ઓકનો સરપંચ જોગ સંદેશ

કોરોના મહામારીના સમયમાં સરપંચની ભૂમિકા અતિ મહત્‍વની

સરપંચને ઉત્‍કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્‍યા

અમરેલી, તા. રર

આજદિન સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર તેમજ આરોગ્‍ય વિભાગ ખડેપગે કાર્યરત છે. જિલ્લામાં મહાનગરોમાંથી આવતાં લોકોને હોમ કોરેન્‍ટાઇન કરવામાં આવી રહ્યા છે. અને તે લોકો પર સતત દેખરેખ રાખવા ગ્રામ્‍ય તેમજ તાલુકા કક્ષાએ સમિતિની રચના પણ કરવામાં આવી છે. ત્‍યારે જિલ્લા કલેકટર આયુષ ઓકએ અમરેલી જિલ્લાના દરેક સરપંચોને ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા છે.

આ તકે કલેકટરે જણાવ્‍યું હતું કે, હાલ કોરોનાના આ કપરા સમયમાં ગામના સરપંચતરીકે આપની ભૂમિકા ખૂબ જ મહત્‍વની છે. આપના ગામમાં જિલ્લા કે રાજય બહારથી આવતા લોકોની સાથે સાથે ઘરના તમામ સભ્‍યોએ ફરજિયાત 14 દિવસ માટે હોમ કોરેન્‍ટાઈન રહેવું પડશે જેની આપ સૌએ કડક અમલવારી કરાવવાની રહેશે તેમજ આવા વ્‍યક્‍તિતઓનું અદ્યતન યાદી સહીતનું રજિસ્‍ટર નિભાવવાનું રહેશે. ઉપરાંત કલેકટરે ઉમેર્યું હતું કે, ગામના સરપંચએ દરેક ઘરના સભ્‍યોના હાથ પર હોમકોરેન્‍ટાઈનનો સિક્કો તેમજ તેમના ઘરની બહાર સ્‍ટીકર લગાવેલ છે કે કેમ તેનું ઘ્‍યાન રાખવાનું રહેશે. સાથે જ ઘરના દરેક સભ્‍યોને માસ્‍ક, હેન્‍ડવોશ અને સેનિટાઈઝર અંગેની કડક સૂચના આપી તેનું અનુપાલન કરાવવાનું રહેશે. સાથોસાથ ઘરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો, 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો અને ગંભીર બીમારી ધરાવતા લોકોની ખાસ કાળજી લેવાની રહેશે. ઘરમાં કોઈને પણ તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો આરોગ્‍ય કેન્‍દ્રને તાત્‍કાલિક જાણ કરવાની રહેશે.

સરપંચ એ કોરોના વોરિયર્સની કમિટીના એક સભ્‍ય તરીકે ગામના લોકો હોમ કોરેન્‍ટાઈનના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની તકેદારી રાખવાની રહેશે. અને જો કોઈ પાલન ન કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને તાત્‍કાલિક જાણ કરવાની રહેશે. કમિટીના સભ્‍ય તરીકે હોમ કોરેન્‍ટાઈનમાં રહેલા વ્‍યક્‍તિતઓને તમામવ્‍યવસ્‍થા મળી રહે છે કે કેમ તેની દેખરેખ રાખવાની રહેશે.

error: Content is protected !!