સમાચાર

અમરેલીમાં બીડી, તમાકુ મેળવવા લાઈન લાગી

વ્‍યસનીઓ 60 દિવસનાં લોકડાઉનથી કંટાળી ગયા

અમરેલીમાં બીડી, તમાકુ મેળવવા લાઈન લાગી

જરૂરિયાત કરતાં પથી 10 ગણો જથ્‍થો લેવા માટે વ્‍યસનીઓની પડાપડી

વ્‍યસનીઓનો રઘવાટ જોતા આગામી દિવસોમાં બીડી, તમાકુની અછત ઉભી થવાની શકયતાઓ

અમરેલી, તા. ર1

અમરેલી શહેરમાં આજે 60 દિવસ બાદ તમાકુ, બીડીનું વેચાણ શરૂ થતાં વ્‍યસનીઓએ વ્‍હેલા ઉઠીને પાન, બીડીનાં છુટકઅને જથ્‍થાબંધ વિક્રેતાઓને ત્‍યાં લાઈન લગાવીને વધારેમાં વધારે જથ્‍થો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

અમરેલીમાં ગઈકાલે ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા પાન, બીડીનાં છુટક અને જથ્‍થાબંધ વિક્રેતાઓને ઓડ-ઈવન નંબર આપી દીધા બાદ આજે એકી નંબરનાં છુટક અને જથ્‍થાબંધ વિક્રેતાઓએ વેચાણ શરૂ કર્યુ તે પહેલાં જ વ્‍યસીનઓ વ્‍હેલી સવારથી જ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. તો અમુક વ્‍યસનીઓએ વધારે જથ્‍થો મેળવવા તેમના મિત્રો, શુભેચ્‍છકોને પણ લાઈનમાં લગાવી દીધા હતા. શહેરમાં બીડી, તમાકુ, સોપારી, સિગારેટ મેળવવા માટે જે રઘવાટ જોવા મળી રહૃાો છે તે જોતા આગામી બે-ચાર દિવસમાં જ તમામ જથ્‍થો પૂર્ણ થાય તો નવાઈ પામવા જેવું નહી રહે.

error: Content is protected !!