સમાચાર

વિદ્યામાન શાળાપ્રમાણપત્રની ચકાસણીની મર્યાદા વધારો

સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ

વિદ્યામાન શાળાપ્રમાણપત્રની ચકાસણીની મર્યાદા વધારો

જિલ્‍લા શિક્ષણાધીકારીને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખ પટેલે જિલ્‍લા શિક્ષણાધીકારીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં વર્ષોથી કાર્યરત ખાનગી  શાળાને વિદ્યામાન પ્રમાણપત્રની પુનઃ ચકાસણી કરવા જણાવેલ તે અનુસંધાને જણાવવાનું કે રાજય સ્‍વનિર્ભર શાળા સંચાલકમંડળના પ્રતિનિધીઓ અને શિક્ષણ અગ્રસચિવ વિનોદ રાવ સાથે થયેલ ઓનલાઇન મિટીંગમાં વિદ્યામાન    શાળાના પ્રમાણપત્ર બાબતે મંડળના પ્રતિનિધી દ્વારા વિદ્યામાન શાળા પ્રમાણપત્ર બાબતે વર્તમાન સમયની પરિસ્‍થિતિને ઘ્‍યાનમાં લઇ નિયમો હળવા કરવા બાબતે રજુઆત થયેલ, આ મિટીંગમાં નિયામક એન.આઇ. જોષી પણ હાજર હતા. મહામંડળની રજુઆતનો હકારાત્‍મક પ્રત્‍યુત્તર        મળેલ હતો. જે સંદર્ભે જયાં સુધી ગાંધીનગર વડી કચેરી દ્વારા વિદ્યમાન શાળા પ્રમાણપત્ર બાબતે નવી સુચના ના આવે ત્‍યાં સુધી વિદ્યામાન શાળા પ્રમાણપત્રની ચકાસણીની કાર્યવાહી મોકુફ રાખવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!