સમાચાર

અમરેલીનાં કોલેજ ચોક ખાતે પ્રેરણાદાયી તૈલચિત્રનું નિર્માણ

ડો. કલામ ઈનોવેટિવ વર્ક દ્વારા

અમરેલીનાં કોલેજ ચોક ખાતે પ્રેરણાદાયી તૈલચિત્રનું નિર્માણ

આત્‍મનિર્ભર ભારતનો સંદેશ અપાયો

અમરેલી,તા.ર1

ડો. કલામ ઈનોવેટિવ વર્ક અમરેલી દ્વારા કોરોના યોઘ્‍ધાને સલામી અર્પણ કરતા તૈલી ચિત્રોને મુખ્‍યમંત્રી પણ બિરદાવી ચૂકયા છે. ત્‍યારે આજરોજ ફરીવાર અમરેલીના કોલેજ સર્કલ ખાતે કોરોના સંદર્ભે જાગૃતતા લાવતું અને સાથે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીની આત્‍મનિર્ભર ભારતની પહેલને સ્‍વીકાર કરી.

અમરેલીની સંસ્‍થાના યુવાનો દ્વારા ભારત દેશમાં સર્વપ્રથમ તૈલી ચિત્ર દોરી દેશના યુવાઓ અને દેશવાસીઓને આત્‍મનિર્ભર ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા માટેનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું છે.

આ તૈલી ચિત્ર દોરવા માટે રાઠોડ હિરેન, કિશન શિલુ, કરણ સોનેજી, પ્રતિક જોશી, વિવેક રાઠોડ, મૌલિક ઉપાઘ્‍યાય, પાર્થિવ જોશી, કેવલ મહેતા, અભિષેક જાની, જય કાથરોટીયા, અશોક મચ્‍છર, ઉમંગ જોશી, ત્રિલોક ભટ્ટ, પ્રેમભાઈ કણસાગરા, પિયુષ અજમેરા, કાક્રેચા સંજય, કાક્રેચા કિશોર, ભાવેશ ઝીંઝુવાડીયા, રાજ જાની, આશિષ કોટેચાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

આ સાથે શીતલ આઈસ્‍ક્રીમ, અમરેલી નવનીત સ્‍કૂલ ઓફ સાયન્‍સ અને ગોપાલ હોટેલ અમરેલી તેમજ રોટરી કલબ ઓફ અમરેલી ગીર તરફથી અમને સુંદર સાથ અને સહકાર પ્રાપ્‍ત થયો હતો. તેવું ડો. કલામ ઈનોવેટિવ વર્કના પંડયા પ્રિતેશભાઈની યાદીમાં જણાવેલ છે.

 

error: Content is protected !!