સમાચાર

માર્કેટયાર્ડમાં સફેદ સોના સમાન કપાસની ભરપૂર આવક

અમરેલી જિલ્‍લાનાં જુદા-જુદા માર્કેટયાર્ડમાંધમધમાટ

માર્કેટયાર્ડમાં સફેદ સોના સમાન કપાસની ભરપૂર આવક

સારી ગુણવત્તાનાં કપાસનો ભાવ 9પ0થી 1000 વચ્‍ચે મળી રહૃાો છે

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક સાથે ખેડૂતો દ્વારા કપાસનું વેચાણ કરવામાં આવી રહૃાું છે

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા બે દાયકાથી કપાસનું વાવેતર અને ઉત્‍પાદનનાં પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે. જો કે છેલ્‍લા પાંચેક વર્ષથી ખેડૂતોને કપાસનો ભાવ યોગ્‍ય મળતો નથી છતાં પણ ખેડૂતો મજબુરીવશ દર વર્ષે કપાસનું વાવેતર કરી રહૃાાં છે.

કોરોનાનાં કહેર વચ્‍ચે લાગુ થયેલ લોકડાઉનમાં ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલ કપાસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવ્‍યા બાદ જિલ્‍લાનાં જુદા-જુદા માર્કેટયાર્ડમાં આવી રહૃાા છે. જયાં તેઓ માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે નિયમાનુસાર કપાસનું વેચાણ કરી રહૃાાં છે.

જિલ્‍લામાં કપાસનું મબલક ઉત્‍પાદન થયું છે. પરંતુ સારી ગુણવત્તાનાં કપાસનો ભાવ માત્ર 900થી 1000 અને મઘ્‍યમ ગુણવત્તાનાં કપાસનો ભાવ 6પ0 થી 7પ0 આવી રહૃાો હોય ખેડૂતો મનેકમને આર્થિક તંગીથી કંટાળીને કપાસનું વેચાણ કરવા મજબુર બની રહૃાા છે.

error: Content is protected !!