સમાચાર

સાવરકુંડલા-લીલીયા પંથકમાં ‘‘તીડ”નું આક્રમણ

કોરોનાનો કહેર, કમૌસમી વરસાદ બાદ ખેડૂતોને વધુ એક ચિંતા

સાવરકુંડલા-લીલીયા પંથકમાં ‘‘તીડ”નું આક્રમણ

લાખોની સંખ્‍યામાં તીડોનું આગમન થતાં જગતાત ગણાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો

નાના કણકોટ, ટીંબડી સહિતનાં અનેક ગામોની સીમમાં તીડે આતંક મચાવ્‍યો

બાજરી, તલ સહિતનાં પાકો પર તીડનું ઝૂંડ ત્રાટકતા અફડા-તફડી મચી

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લામાં કોરોના કહેર, કમૌસમી વરસાદનાં ત્રાસ વચ્‍ચે સા.કુંડલા, લીલીયા પંથકના અનેક ગામોમાં લાખોની સંખ્‍યામાં તીડે આક્રમણ કરતા જગતાત ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો.

વિગત એવા પ્રકારની છે કે આજે સા.કુંડલા-લીલીયા પંથકના વિજયાનગર, આંબરડી, નાના કણકોટ, ટીંબડી સહિતના ગામોના ખેતરમાં તૈયાર થતા બાજરી, તલ સહિતના પાક પર લાખોની સંખ્‍યામાં તીડ તુટી પડયા હતા. ખેડૂતોએ તાળી, થાળી અને હાંકલા-પડકારા કરીને તીડોના ટોળાને ભગાડવાનો સફળ પ્રયોગ કર્યો હતો.

error: Content is protected !!