સમાચાર

રેલ્‍વે સેવા નહી હોવાથી લાઈફ લાઈન સમાન અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નો વ્‍યવહાર પૂનઃ શરૂ

ઈક રાસ્‍તા હૈ જીંદગી, જો થંમ ગયે તો કુછ નહી,

રેલ્‍વે સેવા નહી હોવાથી લાઈફ લાઈન સમાન અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નો વ્‍યવહાર પૂનઃ શરૂ

અમરેલી, તા. ર0

આમ તો લોકડાઉન-4ની શરૂઆતથી જ રાજય સરકાર ઘ્‍વારા ઘણા હિંમતભર્યા નિર્ણય લેવાયા. ખાસ તો પરિવહન એક સમસ્‍યા હતી. લોકો આવશ્‍યક કામ માટે પણ છેલ્‍લા પ6 દિવસથી બહાર ગામ જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકતા ન હતાં. કારણ કે લોકડાઉન દરમ્‍યાન જાહેર પરિવહન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ. પરંતુ હવે આજથી સરકારની ગાઈડલાઈન મુજબ નિર્દિષ્‍ટ મુસાફરોની સંખ્‍યા સાથે અમરેલી જિલ્‍લામાં એસ.ટી. પરિવહન શરૂ કરવામાં આવેલ છે. જો કે આ જિલ્‍લાની અંદર એસ.ટી. ડિવીઝન ઘ્‍વારા નિયત કરેલા માર્ગો પર મુસાફરી શરૂ થઈ ગઈ છે. હાલ તો શરૂઆત હોવાથી લોકો અસમજસમાં હોવાથી ટ્રાફિકનું પ્રમાણ નહિવત રહે તેવું લાગે છે. હાલ ડ્રાઈવર અને કંડકટરની જવાબદારી વધી જતી હોય તેઓ પણ ખૂબ જ સતર્ક છે. સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગને લક્ષમાં લઈને ટ્રાફિકને સંભાળવો એ પણ એક પડકારજનક બાબત છે. જો કે શ્રી ગણેશ થયા છે. લોકો પણ બિનજરૂરી મુસાફરી ટાળવાનાં મુડમાં હોવાથી લોકોની આવા ગમનનું પ્રમાણ નહિવત રહેશે તેવું હાલની પરિસ્‍થિતિ જોતા લાગી રહૃાું છે. પૂનઃ જનજીવન ધબકતું થાય તેવી શકયતા પણ નકારીશકાય તેમ નથી. લોકોમાં એક છુપો ભય પણ જોવા મળે છે એટલે મુસાફરીનું પ્રમાણ નહિવત રહેવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. મુસાફરી સમયે પણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગ, માસ્‍ક અને સેનીટાઈઝરની ઉપલબ્‍ધતા હોવી આવશ્‍યક છે. મુસાફરનું થર્મલ સ્‍કેનીંગ પણ એસ.ટી. તંત્ર ઘ્‍વારા કરવામાં આવે છે અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગ માટે પણ સાવરકુંડલા બસ ડેપોમાં સફેદ રંગના વર્તુળ દોરવામાં આવેલ છે. આમ સરકારની ગાઈડલાઈનની સાથે મુસાફરોનું પરિવહન શરૂ થવામાં છે.

રાજય સરકારે લોકડાઉન-4માં મર્યાદિત મુસાફરો સાથે પરિવહનની મંજુરી આપી

જનતા જનાર્દન માત્ર સાવચેતી રાખીને મહામારી વચ્‍ચે પણ રોજબરોજનાં કાર્યો પૂર્ણ કરી શકશે તેમાં કોઈ શંકા નથી

error: Content is protected !!