સમાચાર

સીમસીમ ખુલજા : આજથી ચા. પાન, બીડી, તમાકુ મળવાનનું શરૂ થયું

અમરેલી ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા દુકાનોને ઓડ-ઈવન નંબર અપાયા

સીમસીમ ખુલજા : આજથી ચા. પાન, બીડી, તમાકુ મળવાનનું શરૂ થયું

શહેરમાં જથ્‍થાબંધ વિક્રેતાઓની સંખ્‍યા પંચાવન અને રીટેઈલ દુકાનની સંખ્‍યા 1ર00 જેટલી છે

આજે એકી તારીખ હોવાથી એક નંબરની જથ્‍થાબંધ અને રીટેઈલ દુકાનો ખોલી

જો કે આગામી કલાકોમાં જ બીડી, તમાકુની અછત સર્જાઈ તેવી પણ શકયતાઓ જોવામળી રહી છે

અમરેલી, તા. ર0

અમરેલી શહેરનાં બીડી, તમાકુનાં બંધાણીઓની ધીરજ ખુટી રહી છે ત્‍યારે આજે ગુરૂવારથી બંધાણીઓ જે ઘડીની રાહ જોઇ રહયા છે તે ઘડી આવી પહોંચી છે. આજે સવારનાં 8 થી બપોરના 4 સુધી તેઓને ચા બીડી, તમાકુ કે સિગારેટ સરળતાથી મળી જશે. તેમ છતાં પણ રેશનીંગની દુકાનની જેમ લાંબી લાઈનો વહેલી સવારથી જ દુકાનો ઉપર લાગી જવા પામી છે.

રાજય સરકારે લોકડાઉન-4માં પાન, બીડી, તમાકુનાં જથ્‍થાબંધ અને છુટક વિક્રેતાઓને સમય મર્યાદા અને શરતો સાથે વેચાણની મંજુરી આપ્‍યા બાદ ઓડ-ઇવનની પ્રક્રિયા શરૂ થઇ હતી અને ગઈકાલે તેની કામગીરીપૂર્ણ થઇ છે.

જે અંતર્ગત આજથી પાન,બીડીનાં જથ્‍થાબંધ અને છુટક વિક્રેતાઓને ઓડ-ઇવન નંબરની ફાળવણી કરવામાં આવી છે. સાથોસાથ, ઠંડાપીણાની દુકાનો, હેર કટીંગ સલુન વિગેરેને પણ ઓડ-ઇવન નંબર આપવામાં આવેલ છે અને હોટેલ, રેસ્‍ટોરન્‍ટને પણ પાર્સલ સુવિધા માટે મંજુરી આપવામાં આવી છે.

ગઈકાલે વેપારી અગ્રણી સંજય વણજારા, ચતુરભાઇ પટેલ, જયુભાઇ ચૌહાણ, રણજીતભાઇ ડેર, હસુભાઇ ડોબરીયા, ભગુભાઇ સતાણી વિગેરેએ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી હોય હવે વિનાવિઘ્‍ને પાન-બીડીનીદુકાનો ખુલી રહી શકશે. હેરકટીંગ સલુનને બ્‍લેક અને પાન, બીડી, ચા ને ગ્રીન સ્‍ટીકર મારવામાં આવ્‍યા હોવાનું જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!