સમાચાર

જંગલ વિસ્‍તારમાં ઈમારતીલાકડાનું કટિંગ થયાનો આક્ષેપ

કરોડો રૂપિયાનાં ખર્ચે ઉજવાતાં ‘‘વન મહોત્‍સવ” બાદ પણ ગંભીર સ્‍થિતિ

જંગલ વિસ્‍તારમાં ઈમારતીલાકડાનું કટિંગ થયાનો આક્ષેપ

દેવળીયા સ્‍વાગતી રેન્‍જનાં જંગલમાં મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાનાં કટિંગનો થયો આક્ષેપ

લોકડાઉનમાં અવરજવર નહીવત હોવાથી ભ્રષ્‍ટબાબુઓએ કારસ્‍તાન કર્યાનો આક્ષેપ

અમરેલી, તા. ર0

ખાંભાની લાયન નેચર ફાઉન્‍ડેશન સંસ્‍થાનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે,વન, વન્‍ય સંપદા અને વૃક્ષોના વ્‍યાપક રક્ષણ અને હિત ખાતર જાણ કરવાની કે, મનના તરંગ પ્રમાણે વહીવટ કરવામાં માહિર સાસણ રેન્‍જના જવાબદારો ઘ્‍વારા પોતાના વ્‍હાલાઓનાં લાભાર્થે વાડ ચીભડા ગળતી હોય તેમજ દેવળીયા રેન્‍જને સ્‍વાગતી રેન્‍જમાં તબદલી કરી પોતાના માનીતા અધિકારીઓની નિમણૂંક કરી દેવળીયા પાર્ક આસપાસનાં જંગલમાં ઈમારતી વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. 40 દિવસના લોકડાઉનમાં જંગલ મે મોર નાચા કિસને દેખા ગીતને વનવિભાગના સાસણ-દેવળીયા સ્‍વાગતી રેન્‍જનાં જવાબદાર અધિકારીઓએ સાર્થક કરી.

વૃક્ષો બચાવો-દેશ બચાવો સ્‍લોગનના ધજીયા ઉડાડયા હોય તેમ દર વરસે ગુજરાત સરકાર ઘ્‍વારા વન મહોત્‍સવની ઉજવણી કરી કરોડો રૂપિયાનાં ખર્ચે રેવન્‍યુ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને વનવિભાગના બાબુઓ વૃક્ષારોપણનાં ભાષણ ઠોકી ટીએડીએ પાસ કરાવી જંગલ વિસ્‍તારમાં જ કરાતા ગેરકાયદેવૃક્ષછેદન સામે આંખ મિચામણા કરે છે.

લોકડાઉનમાં દેવળીયા રેન્‍જ જંગલ વિસ્‍તારમાં સેંકડોની સંખ્‍યામાં અનામત વૃક્ષો એવા સાગ-ખેર સહિતના વૃક્ષોનું કોઈપણ જાતના કારણ વગર ગેરકાયદે છેદન કરી નાખેલ હોય. નિષ્ઠાવાન અને કડક અધિકારીઓની પેનલ ઘ્‍વારા તપાસ કરાવી કસુરવાર તમામ અધિકારીને ડિસમિસ કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!