સમાચાર

અમરેલી જિલ્‍લો પણ અમેરિકા જેવો સમૃઘ્‍ધ બની શકે : યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેર

જિલ્‍લાની 16થી 17 લાખની જનતા એક બને તો

અમરેલી જિલ્‍લો પણ અમેરિકા જેવો સમૃઘ્‍ધ બની શકે : યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેર

જિલ્‍લાનાં ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગપતિઓની શકિત અમાપ છે તે ભુલવું ન જોઈએ

જિલ્‍લાનાં તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો એક બને તો વિકાસને કોઈ અટકાવી શકે તેમ નથી

અમરેલી, તા. ર0

કોરોનાનાં કહેર વચ્‍ચે જયારે દેશવાસીઓમાં નિરાશાનો માહોલ છવાયો છે તેવા સમયે અમરેલી જિલ્‍લાની ખમીરવંતી જનતા ભભઆફતને પણ અવસરભભમાં ફેરવવા તૈયાર થઈ રહી હોવાનું જાણવા મળેલ છે.

આઝાદીનાં 73 વર્ષ બાદ અમરેલી જિલ્‍લાનો આર્થિક વિકાસ અપેક્ષા પ્રમાણે ભલે થયો ન હોય પરંતુ હવે અમરેલી જિલ્‍લાની કાયાપલટી થઈ શકે તેવી આશાઓ ઉત્‍પન્‍ન થઈ રહી છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 40 થી પ0 વર્ષથી રોજગારી, શિક્ષણ સહિતની સુવિધા માટે મોટી સંખ્‍યામાં પરિવારોરાજકોટ, અમદાવાદ, સુરત કે મુંબઈ સહિતનાં મહાનગરોમાં      સ્‍થળાંતર થઈ ગયા હતા અને જિલ્‍લાનાં વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી.

પરંતુ જિલ્‍લામાં વિકાસકાર્યો શરૂ જ હતા અને માત્ર વિકાસની ગતિ ધીમી હતી. જિલ્‍લામાં છેલ્‍લા 30થી 3પ વર્ષમાં પાણી,   વીજળી, શિક્ષણ, કાયદો વ્‍યવસ્‍થા, પરિવહન, પોર્ટ, ઉદ્યોગો, માર્ગો, પુલોનું નિર્માણ થયું છે અને આગામી મહિનાઓમાં પણ વિકાસકાર્યો થવાના છે તે નકકી છે.

દરમિયાનમાં સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા જુદા- જુદા શહેરોમાંથી અંદાજિત ર લાખ લોકો વતનમાં પરત આવ્‍યા છે અને તેમાંથી અર્ધો અર્ધ લોકો પૂનઃ મહાનગરોમાં જવા ઈચ્‍છુક નહી હોય તે હકીકત છે.

તેવા સમયે હવે જિલ્‍લાનાં તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો એક અને નેક બને તો અમરેલી જિલ્‍લામાં કૃષિ, હીરા, પશુપાલન, ડેરી ઉદ્યોગનો વિકાસ કરીને જિલ્‍લામાં રોજગારી ઉભી કરી શકાય તેવું કુદરતી વાતાવરણ ઉભુ થયું છે.

અમરેલી જિલ્‍લાનાં અનેક પનોતા પુત્રો આજે દેશ અને વિદેશમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કરીને હજારો પરિવારોને રોજગારી આપી રહૃાાં છે. જો તેઓ પોતાના વતનમાં રોકાણ કરીને વિવિધ ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપે તો માતૃભૂમિનું ઋણ પણ ચુકવી શકે તેમ છે.

અમરેલી જિલ્‍લામાંબ્રોડગેજ રેલ્‍વે, હવાઈ સેવા, ધોરીમાર્ગો, પોર્ટ, વીજળી, પાણી, સામાજિક સુરક્ષા જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ હોવાથી વિકાસની ગતિ આગળ વધી શકે તેમ છે. તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

આ અંગે રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરે પણ ભભઅમરેલી એકસપ્રેસભભનાં અભિયાનને સમર્થન આપેલ છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, ડાયમંડ, ટેકસટાઈલ અને બાંધકામનાં વ્‍યવસાયોમાં સુરત સહિત અન્‍ય મોટા શહેરોમાં અમરેલી જિલ્‍લાનાં ઉદ્યોગકારોનો દબદબો છે જે બાબત આપણે બધા જાણીએ છીએ.

આ કોરોના લોકડાઉન દરમ્‍યાન સુરત સહિત અન્‍ય મહાનગરોમાંથી પોણા બે લાખ લોકોમાંથી અંદાજે એક લાખ લોકો પોતાના વતન એવા અમરેલી જિલ્‍લામાં પરત ફર્યા જેઓ ઉપરના ત્રણેય વ્‍યવસાયો સાથે સંકળાયેલા છે.

આપણે બધા અપેક્ષા રાખીએ આવા બધા ઉદ્યોગપતિઓ પાસે કે અમરેલી જિલ્‍લામાં પણ આવા ઉદ્યોગો સ્‍થાપવાનું સાહસ/વિચાર કરે અને વતનને મદદરૂપ બને જેથી ગ્રામ્‍ય વિસ્‍તારો પણ ધંધાકીય રીતે ધમધમે.

સરકારને પણ વિનંતી કરીએ કે ભભઆત્‍મનિર્ભર બનોભભ એ સુત્ર ખાલી કાગળ ઉપર જ ના રહે એ માટે નાના તાલુકાઓમાં પણ શિક્ષણ, આરોગ્‍ય, માળખાગત સુવિધાઓ વધારે જેથી લોકો પોતાના વતનમાં જ પરિવારના મોભીઓ સાથે જીવન પસાર કરી શકે.

મારા વિધાનસભા વિસ્‍તાર સહિતઆખા અમરેલી જિલ્‍લામાં ઉપરની બાબતો માટે જે પણ કંઈ કરવું પડે એ માટે અમો અમારી ટીમ સાથે સતત પ્રયત્‍નશીલ રહેશું તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!