સમાચાર

માસ્‍ક અને હોમ કોરેન્‍ટાઇનને લઇને તંત્ર દ્વારા ઠેર-ઠેર ચકાસણી

કોરોનાની મહામારી વચ્‍ચે ભારત સરકારનાં મિનિસ્‍ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓ માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જે મુજબ જાહેર સ્‍થળો કે કામકાજના         સ્‍થળોએ માસ્‍કનો અથવા તો ચહેરા પર રક્ષાત્‍મક કવરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ઉપરાંત જાહેર કે કામકાજના      સ્‍થળોએ થુંકવા બદલ નાણાંકીય દંડ સહીત શિક્ષાની જોગવાઇ છે. જે અન્‍વયે અમરેલી તાલુકામાં 67 ગ્રામ પંચાયત દ્વારા માસ્‍ક ન પહેરવા બદલ આજદિન સુધીમાં1ર7 વ્‍યકિતઓ પાસેથી રર,600નો દંડ વસુલ કરવામાં આવ્‍યો છે. જયારે આ નિયમના ભંગ બદલ કુંકાવાવ તાલુકાના 4પ ગ્રામ પંચાયત દ્વારા પ8 વ્‍યકિતઓ પાસેથી ર3,800 જેટલી દંડની રકમ વસુલવામાં આવી છે. ઉપરાંત જિલ્‍લામાં હોમકોરેન્‍ટાઇન કરેલા લોકો પર ખાસ દેખરેખ રાખવા ફલાઇંગ સ્‍કવોર્ડની રચના કરવામાં આવી છે. આ ફલાઇંગ સ્‍કવોર્ડ દ્વારા પાણીયા ગામમાં હોમ કોરેન્‍ટાઇન કુટુંબોની રેન્‍ડમ તપાસ દરમિયાન ગામમાં માસ્‍ક વિના ફરતા સાત ગ્રામજનોને કોરોના યોઘ્‍ધા સમિતિ દ્વારા વ્‍યકિતદિઠ રૂા. ર00 સહિત કુલ રૂા. 1400નો દંડ ફટકારી ગામના તલાટી કમ મંત્રી દ્વારા પહોંચ આપવામાં આવી હતી અને ગામલોકોને માસ્‍કો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી હતી. ચીફ ઓફીસર દામનગર દ્વારા 6 જેટલા વ્‍યકિતઓ પાસેથી 1ર00 નો દંડ વસુલવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!