સમાચાર

અમરેલીમાં રઘુવીર પાન પાર્લરમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ઉલાળીયો

દુકાન ખુલતા જ ભીડ ઉમટી પડતા

અમરેલીમાં રઘુવીર પાન પાર્લરમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ઉલાળીયો

સીટી પોલીસે 6 વ્‍યકિત વિરૂદ્ધ કાર્યવાહી કરી

અમરેલી, તા.19

કલેકટર  દ્વારા કોરોના વાયરસ (કોવિડ-19)ના ફેલાવાની પરિસ્‍થિતિને ઘ્‍યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિઘ્‍ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્‍હે.પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલું એ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્‍ટેના પો.ઇન્‍સ. વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પો. સ્‍ટેના હેડ કોન્‍સ બી.એમ. વાળા તથા પો. કોન્‍સ. હિરેનસિંહ ખેરનાઓ અમરેલી સીટી પો. સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્‍યાન અમરેલી રાજકમલ ચોકમાં આવેલ શ્રી રઘુવીર પાન પાર્લર નામની  દુકાનની બહાર ગ્રાહકોનું    ટોળુ ભેગુ કરી ગ્રાહકોમાં સોશ્‍યલ ડીસટન્‍સના જાળવેલના હોય તેમજ દુકાનના માલિકે મોઢા પર માસ્‍ક યોગ્‍ય રીતે ન પહેરેલ હોય અને અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જે દુકાનના માલીકને તથા ગ્રાહકોને પકડીને તેના વિરૂઘ્‍ધમાં અમરેલી સીટી પો.સ્‍ટે.માં ગુન્‍હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.  (1)જીગ્નેશભાઇ કનૈયાલાલ ભાડ (ર) રસીકભાઇ ભીખાભાઇદેવાણી (3)અબ્‍દુલભાઇ વલીભાઇ બેલીમ (4) રફીકશા મહમદશા કલંદર (પ) પ્રવિણભગત સવજીભાઇ હપાણી (6) ગોબરભાઇ મોહનભાઇ તળાવીયા રહે.અમરેલી સુખનાથપરા શેરી નં.ર વિરૂઘ્‍ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

error: Content is protected !!