સમાચાર

ચાંચ બદરનાં પરિવારો પાકિસ્‍તાન સરહદથી પરતઆવી પહોંચ્‍યા

યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરે કોળી સમાજનાં ર8 વ્‍યકિતની કરી મદદ

ચાંચ બદરનાં પરિવારો પાકિસ્‍તાન સરહદથી પરતઆવી પહોંચ્‍યા

ઘણા મહિનાઓથી રાપરનાં લોદ્રાણી ગામે રોજગારી અર્થે સ્‍થાયી થયા હતા

રાપરનાં ધારાસભ્‍ય સંતોકબેન આરેઠીયાની ધારાસભ્‍ય અંબરીશ ડેરે મદદ લઈને જરૂરી મંજુરી મેળવી આપી

કોરોનાની મુસીબતની ઘડીમાં જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેમનું ઉત્તમ દ્રષ્‍ટાંત અંબરીશ ડેરે પુરૂ પાડયું

રાજુલા, તા. 18

લોકડાઉનનાં કારણે અસંખ્‍ય પરિવારો પોતાના ઘર તથા વતનથી દૂર રોજીરોટી માટે દૂર દૂરનાં જિલ્‍લાઓમાં ફસાયેલા હતા. જેમ જેમ લોકડાઉનનાં તબકકાઓ વધતા જતા ગયા હતા તેમ તેમ આ પરિવારોની ચિંતા વધતી જતી હતી. ત્‍યારે સરકાર ઘ્‍વારા વતન વાપસી માટે મંજૂરી આપતા રાજુલાના યુવા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ સહિતનાં લોકોએ દરિયાઈપટ્ટી વિસ્‍તારના શ્રમિકો, પરિવારોને માદરે વતન પહોંચાડવા માટે બીડું ઝડપ્‍યું હતું. ત્‍યારે આવા અસંખ્‍ય પરિવારો ઘ્‍વારા ધારાસભ્‍યનાં આવકાર કાર્યાલયનો સંપર્ક સાધતા ધારાસભ્‍યની ટીમ ઘ્‍વારા ઓનલાઈન મંજૂરીથી લઈને વાહન વ્‍યવસ્‍થા તથા માદરે વતન પહોંચાડવા માટે જરૂરી તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ત્‍યારે રાજુલાનાં ચાંચ બંદર ગામના રહેવાસી ર8 લોકો કચ્‍છ જિલ્‍લાનાં રાપર તાલુકાનાં લોદ્રાણી ગામ પાસે પાકિસ્‍તાનની બોર્ડર નજીક રોજગારી અર્થેગયેલા હતા. પરંતુ લોકડાઉનનાં કારણે આ પરિવારો ત્‍યાં ફસાયેલ હતા. ત્‍યારે રાજુલાનાં ધારાસભ્‍યનો સંપર્ક કરતાં તેમનાં ઘ્‍વારા જરૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવી તથા ઓનલાઈન મંજુરી મેળવવા માટે આ શ્રમિક પરિવારોની મદદ રાપરનાં ધારાસભ્‍ય સંતોકબેન આરેઠીયાનાં કાર્યાલયથી કરવામાં આવી હતી. ત્‍યારે કોંગ્રેસનાં ધારાસભ્‍યો તથા આગેવાનોની મદદથી આ પરિવારો પોતાના માદરે વતન ચાંચ બંદર ગામે પહોંચ્‍યા હતા. ત્‍યારે આ પરિવારોએ મદદ કરનાર તમામનો આભાર વ્‍યકત કર્યો હતો.

 

error: Content is protected !!