સમાચાર

ભૈ વાહ : લીલીયામોટા ખાતે જળસંગ્રહ અભિયાન

ગામ પંચાયત અને જલધારા સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 વર્ષથી

ભૈ વાહ : લીલીયામોટા ખાતે જળસંગ્રહ અભિયાન

ગામ ફરતે આવેલ વરસાદી પાણીનાં વહેણને અવરોધીને સુંદર મજાનાં 3 સરોવરનું નિર્માણ કરાયું

વર્ષો જુનીફલોરાઈડની સમસ્‍યા દુર થતાં ગામજનોમાં આનંદની લાગણી જોવા મળે છે

નિલકંઠ, ગાયત્રી અને શ્‍યામ સરોવરનાં નિર્માણથી 3 કિ.મી. વિસ્‍તારમાં પાણીનાં તળ ઊંચા આવ્‍યા

લીલીયા મોટા, તા. 16

લીલીયા મોટા ગામે સતત 3 વર્ષથી દર ઉનાળે ગામ ફરતે આવેલા વરસાદી પાણીનાં વહેણો પર 3 સુંદર સરોવર (નિલકંઠ સરોવર, ગાયત્રી સરોવર, શ્‍યામ સરોવર)નું નિર્માણ થયું. આ સરોવરોમાંથી લાખો ઘનમીટર માટી કાઢીને સરોવરો-બંધારાને ઊંડા કરી તેની જળસંગ્રહની ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્‍યો.. જેથી લીલીયા ગામ આસપાસ 3 કિલોમીટર સુધી ચોમાસામાં વરસાદનાં પાણીનો સંગ્રહ થાય છે. ભૂતળનાં પાણીનાં તળ ખૂબ જ ઉપર આવ્‍યા છે. ગામનાં પાણીમાં ફલોરાઈડનું પ્રમાણ ઘટી ગયું છે. આજુબાજુનાં ત્રણ-ચાર ગામોની ખેતીવાડીમાં પણ પાણીના તળ જળવાય રહેતા કાળા ઉનાળે પણ પિયત થાય છે.

ચાલું વર્ષે કોરોના મહામારી વચ્‍ચે પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. સરકારની સુજલામ સુફલામ યોજનામાં 60-40ની યોજનામાં જલધારા સેવા ટ્રસ્‍ટ જોડાઈને હજારો ઘનમીટર માટી બહાર કાઢી પાણી સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી શ્‍યામ સરોવર અને ત્‍યારબાદ ગાયત્રી સરોવરમાં શરૂ થઈ ચુકી છે.

આ અભિયાનમાં ઉપસરંપચ બાબુભાઈ ધામત, સેવા સરકારી મંડળીનાં પ્રમુખ મગનભાઈવિરાણી, લેઉવા પટેલ વાડીનાં પ્રમુખ, ટ્રસ્‍ટીઓ કાંતિભાઈ શીંગાળા, શ્‍યામવાડી, કડીયા જ્ઞાતિનાં પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા, ગામની વિવિધ સંસ્‍થાઓ, સમાજનાં અગ્રણીઓનાં માર્ગદર્શનતળે લીલીયા જલધારા સેવા ટ્રસ્‍ટનાં પ્રમુખ બટુકભાઈ ધામત, ઉપપ્રમુખ ગોરધનભાઈ ભાલાળા, મંત્રી રમેશભાઈ ભાલાળા, દાતા, ટ્રસ્‍ટી ધનજીભાઈ ધામત, ઘનશ્‍યામભાઈ મેઘાણી, ચુનીલાલ ધામત, નીતિનભાઈ ત્રિવેદી, યોગેશ દવે, ભટ્ટ ચા વાળા, મનસુખભાઈ ગાંગડીયા, મુકેશભાઈ ધામત તેમજ સુરતથી આવેલ અગ્રણી, ગામના યુવાનો, વેપારીઓ સૌ સાથે મળીને આ કામને સતત વેગ આપી રહૃાા છે. આ જળક્રાંતિ અભિયાનનાં મુખ્‍ય યશભાગી જલધારા સેવા ટ્રસ્‍ટનાં બટુકભાઈ ધામત, ગોરધનભાઈ ભાલાળા, રમેશભાઈ ભાલાળા, ધનજીભાઈ ધામત છે તેઓ સતત રાત-દિવસ આ કામમાં સમય અને સેવા આપે છે.

error: Content is protected !!