સમાચાર

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર 161 શખ્‍સો વિરૂદ્ધ કાર્યવાહી

પોલીસ અધિક્ષકની સૂચનાનાં આધારે કાર્યવાહી

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર 161 શખ્‍સો વિરૂદ્ધ કાર્યવાહી

110 ગુન્‍હાઓ દાખલ કરી પ4 વાહનો ડીટેઈન કરાયા

અમરેલી, તા.14

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્‍ઝીટ પોઇન્‍ટ પર 43 ચેકપોસ્‍ટ શરૂ કરી, નાકાબંધી કરી, લોક ડાઉનનો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

ગઇ કાલ તા.13/0પના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં કુલ 161 ઇસમો વિરૂઘ્‍ધ ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 તથા ઇ.પી.કો. 1860 તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ ર00પની જુદી જુદી કલમો હેઠળ 110 ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્‍જે કરવામાં આવેલ છે તથા પ4 વાહનો ડીટેઇનકરવામાં આવેલ છે.

દુકાન, અનાજ દળવાની ઘંટી, મોલ, કારખાનાં ખુલ્‍લા રાખી, લારીઓ ફેરવી, ઘરે તમાકુનું ગે.કા. વેચાણકરી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્‍કની વ્‍યવસ્‍થા નહીં રાખી સોશિયલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતા ર3 ઇસમો વિરૂઘ્‍ધ વડીયા, દામનગર, લાઠી, બગસરા, બાબરા, સાવરકુંડલા ટાઉન, મરીન પીપાવાવ, ખાંભા અને અમરેલી સીટી  પોલીસ સ્‍ટેશનમાં ર3 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા રર ઇસમો સામે વડીયા, વંડા, લાઠી, મરીન પીપાવાવ, ખાંભા, ડુંગર, અમરેલી તાલુકા, સાવરકુંડલા રૂરલ અને અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં 19 ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે.

બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં 3ર ઇસમો સામે જાફરાબાદ, ખાંભા, રાજુલા અને અમરેલી સીટી પો.સ્‍ટે.માં 7 ગુન્‍હા રજી. થયેલ છે.

આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમરેલી તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્‍ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા 6 ઇસમો વિરૂઘ્‍ધ લાઠી, જાફરાબાદ અને નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં 6 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

અસરગ્રસ્‍ત વિસ્‍તારો   વાળા જિલ્‍લામાંથી અમરેલીજિલ્‍લામાં પ્રવેશ કરતાં 40 ઇસમો વિરૂઘ્‍ધ વડીયા, બગસરા, બાબરા, લીલીયા, ડુંગર, અમરેલી તાલુકા, ધારી, રાજુલા અને અમરેલી સીટી પો.સ્‍ટે.માં 18 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

હોમ કોરેન્‍ટાઇનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્‍ય સાથે ચેડાં કરી, જાહેરનામાનો ભંગ કરતા 38 ઇસમો વિરૂઘ્‍ધ ચલાલા, વડીયા, વંડા, દામનગર, લાઠી, જાફરાબાદ, મરીન જાફરાબાદ, બગસરા, બાબરા, સાવરકુંડલા ટાઉન, અમરેલી તાલુકા, ધારી, રાજુલા, સાવરકુંડલા રૂરલ અને અમરેલી સીટી  પો.સ્‍ટે.માં 37 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કટિબપ્રધ અને સતત કાર્યશીલ છે

error: Content is protected !!