સમાચાર

બાબરામાં પીવાના પાણીની સમસ્‍યા

આમ તો આખા અમરેલી જિલ્‍લામાં જો પાણીનું સુખ હોય તો તે બાબરા શહેરમાં છે. પણ કયારેક કયારેક એવો પ્રોબ્‍લેમ ઉભો થાય ત્‍યારે પાણી વિતરણની ચેન તૂટી જાય છે અને લોકોને પાણી વિના ભટકવું પડે છે. હાલ ત્રણ દિવસથી શહેરમાં પાણી વિતરણ કરવામાં આવ્‍યું નથી. તેના હિસાબે જે નાના લોકો છે તેવાના ઘરે પાણી સંગ્રહ માટે પૂરતા વાસણો હોતા નથી તેથી તેવા લોકો તાત્‍કાલિક પાણી ખાલી થઈ જાય છે અને હાલઉનાળાના દિવસો હોય તેને લઈને ધોમ ધખતા તાપ પડતા હોય એટલે લોકો પાણીનો ઉપયોગ વધારે કરે છે. બસ સ્‍ટેશન પાસે મઘ્‍યમ વર્ગના પરિવારને પાણી માટે સરકારી હોસ્‍પિટલ સામે આવેલ એક પાણીના નળ સુધી પાણી ભરવા માટે જાવું પડે છે. પાણી બાબતે પાલિકાને પૂછતા ઉપરથી વાંધો છે અને લાઈટ નથી એટલે પાણી વિતરણ એક દિવસ મોડુ મળશે. હાલ              ઉનાળો હોય તેના હિસાબે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થતો હોય અને લોકોને પાણી માટે વલખા મારવા પડે આવા હેતુથી સમય પર પાણી વિતરણ થાય તેવું લોકો ઈચ્‍છી રહયા છે.

error: Content is protected !!