સમાચાર

ખબરદાર : હોમ કોરેન્‍ટાઈનનો ભંગ કરશો નહીં : હોમકોરેન્‍ટાઈન વ્‍યકિત પર બાજનજર

અમરેલી જિલ્‍લા વહીવટી તંત્રની હોમકોરેન્‍ટાઈન વ્‍યકિત પર બાજનજર

ખબરદાર : હોમ કોરેન્‍ટાઈનનો ભંગ કરશો નહીં : હોમકોરેન્‍ટાઈન વ્‍યકિત પર બાજનજર

દરેક તાલુકાકક્ષાએ ખાસ ટીમની રચના કરીને ગામે-ગામ જઈ હોમ કોરેન્‍ટાઈનની ચકાસણી કરાશે

જિલ્‍લામાં સૌપ્રથમ કોરોના સંક્રમણનો કેસ સામે આવતા વહીવટીતંત્ર દ્વારા ચાંપતી વ્‍યવસ્‍થા

કોઈપણ વ્‍યકિત હોમ કોરેન્‍ટાઈનનો ભંગ કરે તો 0ર79ર-રર8ર1ર પર જાણ કરો

અમરેલી, તા.13

સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાતા અન્‍ય જિલ્‍લામાંથી અમરેલી જિલ્‍લામાં અનેક લોકો પ્રવેશ્‍યા છે. તેમજ હાલ આ તમામ લોકોનું હેલ્‍થ સ્‍ક્રીનીંગ કરી તેમને હોમ કોરેન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે. પરંતુ આજરોજ ગુજરાતના એક માત્ર કોરોના મુકત અમરેલી જિલ્‍લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. જેના પગલે તંત્ર દ્વારા હોમ કોરેન્‍ટાઈન લોકોના પરિવારજનો સહિત સમગ્ર ઘરને કોરેન્‍ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી જો ઈન્‍ફેકટેડહોય તો આ ઈન્‍ફેકશન ઘરની બહાર ન ફેલાય. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્‍લા કક્ષાએ ત્રિસ્‍તરીય વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે જેના થકી તંત્ર સતત હોમકોરેન્‍ટાઈન લોકો પર નજર રાખી શકે.

આ બાબતે જિલ્‍લા કલેકટર આયુષ ઓકે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, હોમકોરેન્‍ટાઈનના નિયમનું ચૂસ્‍તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવી રહયા છે. સ્‍થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતને હોમકોરેન્‍ટાઈન વ્‍યકિતઓ પર નજર રાખવા તેમજ પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નગરપાલિકા કક્ષાએ વોર્ડવાઈઝ એક સમિતિ બનાવવામાં આવી છે. કોઈ હોમકોરેન્‍ટાઈન વ્‍યકિત નિયમનો ભંગ ન કરે તેની જવાબદારી આ સમિતિની રહેશે. તેમજ તાલુકા કક્ષાએ પાંચ વ્‍યકિતઓની એક સ્‍કવોર્ડ બનાવવામાં આવી છે. જે ગ્રામ્‍યકક્ષાએ વિઝીટ કરી અને હોમ કોરેન્‍ટાઈનનો ભંગ કરનાર વ્‍યકિતને શોધી કાઢશે.

ઉપરાંત જિલ્‍લા કક્ષાએ ર4 કલાક કાર્યરત કોલ સેન્‍ટર પણ ઉભું કરવામાં આવ્‍યું છે. આ કંટ્રોલરૂમ દ્વારા કોરેન્‍ટાઈન થયેલા વ્‍યકિતઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. ઉપરાંત ગ્રામ્‍ય કક્ષાએ જો હોમ કોરેન્‍ટાઈનનો ભંગ થતો હોય તો આ સમિતિ દ્વારા મળેલી માહિતી કોલ સેન્‍ટર દ્વારા તાલુકા કક્ષાએ રચેલી સ્‍કવોડને આપવામાં આવશે.

આ તકે કલેકટર દ્વારાલોકોને અપીલ કરવામાં આવે છે કે, તમને કોઈપણ સ્‍થળે હોમકોરેન્‍ટાઈન વ્‍યકિતઓ દ્વારા કોરેન્‍ટાઈનનો ભંગ થતો માલૂમ થાય તો કન્‍ટ્રોલ રૂમ પર 0ર79ર- રર8ર1ર આરોગ્‍ય વિભાગને તેની જાણ કરવી. અને નાગરિકોને ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!