સમાચાર

અમરેલી જિલ્‍લામાં ‘‘આફતને અવસર”માં ફેરવવાની તક

જિલ્‍લાનાં તમામ રાજકીય આગેવાનો ખભેખભા મિલાવે તો

અમરેલી જિલ્‍લામાં ‘‘આફતને અવસર”માં ફેરવવાની તક

સુરત, અમદાવાદમાં સ્‍થાયી થયેલ જિલ્‍લાનાં ઉદ્યોગપતિઓ વતનમાં ધંધા-ફેકટરી શરૂ કરે તો આર્થિકક્ષેત્ર ઉજજવળ બને તેમ છે

મોટી સંખ્‍યામાં અમદાવાદ, સુરત સ્‍થાયી થયેલ વતનપ્રેમીઓ પધાર્યા હોય ગંભીરતાથી વિચાર કરવો જરૂરી

વિદેશી કંપનીઓ ગુજરાતમાં ફેકટરી શરૂ કરે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ હોય અમરેલી જિલ્‍લામાં પણ ફેકટરી શરૂ કરી શકાય

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં મોટી સંખ્‍યામાં અન્‍ય મહાનગરોમાંથી વતનપ્રેમીઓ પર ફરી રહૃાા હોય જિલ્‍લાનાં તમામ પક્ષનાં રાજકીય આગેવાનોને આ ભભઆફતને અવસરભભમાં ફેરવવાની ઉમદા તક આવી છે.

અમરેલી જિલ્‍લામાં આઝાદી બાદનાં વર્ષોથી પાણી,     વીજળી, શિક્ષણ, માળખાકીય સુવિધાઓનો અભાવ, કાયદો અને વ્‍યવસ્‍થાની કથળેલી પરિસ્‍થિતિ,રોજગારીનો પ્રશ્‍ન હોવાથી મોટી સંખ્‍યામાં સુરત, અમદાવાદ, મુંબઈ, રાજકોટ જેવા મહાનગરોમાં સ્‍થાળાંતર કરવામાં આવી રહૃાું હતું અને હજુ પણ ર મહિના પહેલા સુધી સ્‍થળાંતર થતું હતું.

પરંતુ કોરોનાની મહામારી શરૂ થતાં સુરત, અમદાવાદ જેવા મહાનગરોમાં ધંધા-રોજગાર ઠપ્‍પ થઈ જતાં હજારો પરિવારો પૂનઃ માદરે વતન તરફ આવી રહૃાા છે અને તેના માટે અમરેલી જિલ્‍લામાં રોજગારી ઉભી કરવામાં આવે તો હજારો પરિવારો અહીંયા સ્‍થાયી થઈ શકે તેમ છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં પાણી, વીજળી, શિક્ષણ, માર્ગો સહિતની સુવિધાઓમાં વધારો થયો હોય જિલ્‍લાનાં અનેક ઉદ્યોગપતિઓ અમદાવાદ, સુરત, રાજકોટ કે મંબઈમાં હજારો વ્‍યકિતઓને જુદા-જુદા વ્‍યવસાયથકી રોજગારી આપી રહૃાા હોય તેઓ પોતાના વ્‍યવસાયનું અમરેલી જિલ્‍લામાં સ્‍થળાંતર કરે તો જિલ્‍લાનો જબ્‍બરો આર્થિક વિકાસ સંભવ છે.

તદુઉપરાંત ચાઈનામાંથી મોટી સંખ્‍યામાં વિદેશી કંપનીઓ તેમનો વ્‍યવસાય બંધ કરીને ભારત દેશમાં સ્‍થળાંતર કરવા વિચારી રહી છે અને તેમાં ગુજરાતની રાજય સરકાર પણ વિદેશી કંપનીઓને ગુજરાતમાં વ્‍યવસાય કરવા માટે આમંત્રિત કરી રહી હોય તેવા સમયે અમરેલી જિલ્‍લામાં પુષ્‍કળ પ્રમાણમાં પડતર જમીન આવેલછ છે. પાણી, વીજળીનો પ્રશ્‍ન પણ હવે દુર થયો છે. બ્રોડગેજ રેલ્‍વે,એરપોર્ટ, મેડિકલ કોલેજ, પિપાવાવ પોર્ટ પણ કાર્યરત હોવાથી ધંધા-રોજગાર કરનાર માટે ઉત્તમ તક હોય જિલ્‍લાનાં તમામ રાજકીય આગેવાનો જાગ્‍યા ત્‍યાંથી સવાર ગણીને અમરેલી જિલ્‍લામાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ શરૂ કરાવે તેવી માંગ જિલ્‍લાની જનતામાંથી ઉભી થવા પામી છે.

error: Content is protected !!