સમાચાર

શ્રમિકો વતનમાં જતાં રહેતા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુરતીઓ ખેતીકાર્યમાં લાગી ગયા

પંચમહાલ, દાહોદ, મઘ્‍યપ્રદેશનાંશ્રમિકો વતનમાં જતાં રહેતા

ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુરતીઓ ખેતીકાર્યમાં લાગી ગયા

સાવરકુંડલાનાં નેસડી ગામે સુરત ખાતે રત્‍નકલાકાર કે અન્‍ય કામગીરી કરનારાઓ ખેતીકાર્ય કાર્ય કરે છે

માતૃભૂમિની મીઠ્ઠી સુવાસ સાથે વતનપ્રેમીઓ હોંશે હોંશે ખેતીકાર્ય કરી રહૃાાછે

જિલ્‍લામાં પરત આવેલ વતનપ્રેમીઓ માતૃભૂમિની ગોદમાં ઉત્‍સાહથી જીવન જીવી રહૃાાં છે

અમરેલી, તા. 1ર

કોરોના સંક્રમણથી બાકાત રહેલા અમરેલી જિલ્લામાંથી ખેત મજૂરોએ વતનની વાટ પકડતા અમરેલી જિલ્લાના ખેડૂતોની સ્‍થિતિ કફોડી થવા પામી છે. હાલ ખેતીના ઉભા તલ, બાજરી, મગ અને જુવાર સહિતના પાકો લેવા માટે ખેડૂતોની મદદે સુરતીઓ આવ્‍યા છે ને સુરતીઓ બાજરી વાઢી રહ્યા છે તો કોઈ જુવાર કાપી રહ્યા છે.

નેસડી ગામમાં કોરોના સક્રમણથી 800 જેટલા સુરતીઓ માદરે વતન નેસડી આવી ગયા છે. ટેકસટાઇલ ઉદ્યોગ, કન્‍સ્‍ટ્રકશન કે રત્‍ન કલાકારો પણ હાલ કોરોના સંક્રમણથી વાડી ખેતરોમાં ભાગીયું કામ કરતા પરપ્રાંતીય ખેત મજૂરો વતનની વાટે નીકળી પડયા છે ત્‍યારે ઉનાળુ પાકના બાજરી, તલ, મગ, જુવાર સહિતના પાકો ઉભા પડયા હોય ને ખેડૂતો પોતાના ઉભા પાકને લઈને મુશ્‍કેલી અનુભવતા હતા. પણ સુરતથી આવેલા સુરતીઓ નેસડીવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે ને ખેડૂતોને બાજરી, તલ, જુવાર, મગના પાકો લેવામાં સહાયરૂપ બની રહ્યા છે.

સુરતમાં કોરોનાથી સુરત બંધ છે ત્‍યારે દાહોદ, ગોધરા અને એમ.પી.ના ખેત મજૂરો વતન ચાલ્‍યા ગયા હોય. ત્‍યારે ખેતીના ઉભા પાકો લણવા માટે સુરતી રત્‍ન કલાકારો       વળગી પડયા છે. ત્‍યારે કન્‍સ્‍ટ્રકશન સાથે સંકલયેલાવ્‍યકિતઓ પણ ખેતીમાં જોતરાઈ ગયા છે મજૂરોના અભાવે સુરતીઓ ગ્રામીણ ગામડાઓમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.

નેસડી સહિતના ગામડાઓમાં દાહોદ, ગોધરા અમે એમ.પી.ના 70 ટકા મજૂરો ચાલ્‍યા ગયા છે ને જે સુરતીઓ પોતાના વતન આવ્‍યા છે તે અત્‍યારે નવરાશની        પળોમાં ખેતીમાં જોતરાઈને પોતાના પરિવારને મદદરૂપ સાબિત થઈ   રહ્યા છે.

error: Content is protected !!