સમાચાર

ચાવંડ ચેકપોસ્‍ટની પ્રભારી મંત્રી અને ડીએમએ મુલાકાત લીધી

જિલ્‍લા બહારથી આવનારની સુવિધા, આરોગ્‍ય ચકાસણીની સમીક્ષા કરાઈ

ચાવંડ ચેકપોસ્‍ટની પ્રભારી મંત્રી અને ડીએમએ મુલાકાત લીધી

જિલ્‍લામાં પ્રવેશનાર તમામ વ્‍યકિતઓની આરોગ્‍ય ચકાસણી કરવામાં આવી રહી છે

બિયારણ જેવી ખેત વસ્‍તુઓની દુકાનો ખુલ્‍લી રાખવાની વેપારીની રજૂઆત

અમરેલી, તા. 11

આજરોજ જિલ્‍લાનાં પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને જિલ્‍લા કલેકટર આયુષ ઓકે ચાવંડ ચેકપોસ્‍ટની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ જિલ્‍લા બહારથી આવતા નાગરિકોની સુવિધા તેમજ આરોગ્‍યની ચકાસણી વગેરેની સમીક્ષા કરી હતી.

કોરોનાના પ્રકોપ વચ્‍ચે સમગ્ર રાજયમાં લોકડાઉન ચાલી રહૃાું છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાને ગ્રીનઝોન જાહેર કરતાં લોકોના અવરજવરને અંશિક છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે અન્‍ય જિલ્‍લામાંથી અમરેલી જિલ્‍લામાં આવતાં લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. જેના પગલે વહીવટીતંત્ર તેમજ આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા અમરેલી જિલ્‍લામાં પ્રવેશતા લોકોના આરોગ્‍યની વિશેષ ચકાસણી કરવામાં આવી રહી છે. જેના માટે અલગ અલગ જગ્‍યાએ ચેકપોસ્‍ટ પર ર4 કલાક મેડિકલ સ્‍ટાફ કાર્યરત છે.

આ મુલાકાત દરમિયાન અમરેલી વેપારી મહામંડળ ઘ્‍વારા મુખ્‍યમંત્રી રાહત ફંડમાં રૂા. પ1 હજારનું અનુદાન આપવામાં આવ્‍યું હતું. આઉપરાંત વેપારી મહામંડળે પ્રભારી મંત્રીને રજૂઆત કરી હતી કે હાલ ખેડૂતમિત્રો માટે ખેતીનો સમય શરૂ થયો છે એવામાં બિયારણ, પેસ્‍ટીસાઈડ જેવી ખેતી માટે જરૂરી વસ્‍તુઓની દુકાનો જો દરરોજ ખુલ્‍લી રહે તો ફાયદાકારક નીવડશે. આ અંગે જિલ્‍લા કલેકટરને યોગ્‍ય પગલાં લેવા સુચના પણ આપવામાં આવી હતી.

લાઠીનાં ચાવંડ ખાતે જિલ્‍લા બહારથી આવતા લોકો માટે સેવા કાર્યો પુરજોશમાં શરૂ છે. યુવા અગ્રણી કૌશિકભાઈ વેકરીયા ઘ્‍વારા છેલ્‍લા ત્રણ દિવસથી અમરેલી આવતા તમામ લોકોને સૂકો નાસ્‍તો અને પાણીની બોટલ આપવામાં આવે છે. અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા ઘ્‍વારા તમામ લોકો માટે છાસનું વિતરણ પણ કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન જિલ્‍લાના પદાધિકારીઓ, આરોગ્‍ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાાં હતાં.

error: Content is protected !!