સમાચાર

ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવામાં મુશ્‍કેલી

સીસીઆઈનાં અધિકારીઓ વિડીયો રેકોર્ડિંગ પણ કરતા નથી

ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવામાં મુશ્‍કેલી

ર00 મણ કપાસ લઈને ખેડૂતો આવે તો 100 મણની ખરીદી થાય ને 100 મણ રીજેકટ કરી દેવાતાં રોષ

જીનીંગમીલનાં માલીક રીજેકટ થયેલ કપાસ ઓછા ભાવે ખરીદ કરીને સીસીઆઈનેપધરાવતા હોવાની ફરિયાદ

ખાનગી જીનીંગ મીલનાં પટાંગણમાં જ ખરીદી કાર્ય થતું હોય સીસીઆઈની કામગીરી શંકાનાં દાયરામાં

અમરેલી, તા. 11

સરકાર દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી સી.સી.આઈ.મારફતે કરવામાં આવી રહી છે પણ ખેડૂતોને એપીએમસીની જગ્‍યાએ ખાનગી જીનીંગ મિલોમાં ખેડૂતોને બોલાવીને ખરીદી સરકાર કરીને ખેડૂતોને અન્‍યાય કરતી હોવાની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી રહી છે 1100 રૂપિયાના ભાવે સી.સી.આઈ. ખરીદીમાં ખેડૂતોના એક જ વાહનમાં લાગેલા કપાસ અડધો ગાડી ખરીદીને બાદમાં અડધો કપાસ ખરીદી ન કરીને ખેડૂતોને હેરાન પરેશાન કરતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે.

અમરેલીના કેરિયારોડ પર આવેલ ખાનગી જીનીંગ મિલમાં સરકાર દ્વારા સી.સી. આઈ.મારફતે ખેડૂતોના છેલ્‍લા કપાસની વીણી 1100નાં ભાવે ખરીદી રહી છે પણ ખેડૂતોની કરમની કઠણાઈ છે કે વહેલી સવારથી વાહનોની લાઈનો લગાવીને ભરબપોર સુધી તડકે તપવા છતાં સી.સી.આઈ.ના અધિકારીઓ પોતાની મનમાની કરીને એક જ વાહનમાં આવેલ કપાસમાંથી 100 મણ કપાસ ખરીદે છે તો વધેલા 80 મણ જેટલો કપાસ નબળી ગુણવતાનો કહીને રિજેકટ કરી દે છે. ત્‍યારે એક જ વાડી ખેતરમાં એક જ ખેડૂતનો કપાસ અડધો સારી ગુણવતાનો ને અડધો નબળી ગુણવતાનો એ સી.સી.આઈ.નું કારણ યોગ્‍ય રીતે ખેડૂતોનેગળે ઉતરતું નથી. જયારે વહેલી સવારથી વાહનોની કતારો રાખીને લાઈનમાં ઉભેલા ખેડૂતોને સરકારકપાસ ખરીદી લે તેની તાલાવેલી વધુ હોય છે પણ એક જ વાહનમાં આવેલા અડધો જ કપાસ સી.સી.આઈ.ખરીદી ને બાદમાં એ રિજેકટ કરેલો કપાસ જીનીંગ મીલ વાળા 900 થી 9પ0 સુધીમાં ખરીદીને સી.સી.આઈ.માં સિન્‍ડિકેટ કરીને ગોઠવાઈ જતો હોવાની ફરિયાદ ખેડૂતોમાં ઉઠી રહી છે.

રાતથી કપાસ વેચવા ખેડૂતો રાતથી લાઈનો લગાવે છે પણ 100 મણ કપાસ સી.સી.આઈ. ખરીદે છે પણ અડધો કપાસ નથી ખરીદતા ત્‍યારે ગાડી ભાડું અને મજૂરી કામના પૈસા ખેડૂતો ચૂકવીને સી.સી.આઈ.માં સારા ભાવની આશાએ વલખા મારે છે પણ સી.સી.આઈ. દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. ત્‍યારે ભાજપના ખેડૂતોના સહકારી નેતા દિલીપ સંઘાણી સુધી ખેડૂતોએ ફરિયાદો કરી હતી ને સંઘાણીએ કેન્‍દ્ર સરકાર દ્વારા થતી કપાસની સી.સી.આઈ. ખરીદીમાં વિડીયો રેકોર્ડિંગ અને સી.સી.ટીવી અંગે પણ સવાલો ઉઠાવ્‍યા હતા.

ભાજપના રાજમાં ખેડૂતોને યોગ્‍ય ભાવો મળે તે માટે સી.સી.આઇ. દ્વારા કપાસ ખરીદી કરવામાં આવે છે પણ અન્‍ય સરકારી ખરીદીમાં જેમ વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે તેવું સી.સી.આઈ. દ્વારા થતી કપાસ ખરીદીમાં કેમ નથી રાખવામાં આવતું તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.અધિકારીએ ખેડૂતોના સેટીંગના થતા આક્ષેપ અંગે ના કહીને નબળી ગુણવતાનો કપાસ ખરીદવાની કલેકટરે ના કહી હતી. ત્‍યારે સરકાર દ્વારા થતી કપાસ ખરીદીમાં વિડીયો રેકોર્ડિંગ કેમેરા કે સી.સી.ટીવી કેમેરા પણ કેમ નથી રખાતા તેવા સવાલોના જવાબો આપવાનું ટાળ્‍યું હતું.

error: Content is protected !!