સમાચાર

ટૂંકી મર્યાદા 31 મે ધિરાણ ભરવાની તારીખમાં ફેરફાર કરવા માંગ

ધારાસભ્‍ય ઠુંમરે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. 11

લાઠી-બાબરાના ધારાસભ્‍ય વિરજી ઠુંમરે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ખેડૂતોને નાબાર્ડ 3% અને રાજય સરકાર તરફથી 4% રૂા. 3.00 લાખ સુધી ટુંકી મુદતના ધિરાણના વ્‍યાજ રાહતની કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારે જાહેરાત કરેલ છે. આ ધિરાણ લીધા બાદ 364 દિવસે તેમને ભરી અને રીન્‍યુ કરી શકે તેવા ખેડૂતોને આ વ્‍યાજ રાહત મળી રહી છે.

હાલ દેશ અને રાજય લોકડાઉન છે આ લોકડાઉનને 7 અઠવાડીયા જેવો સમય થયેલ છે અને 8મું અઠવાડીયું ચાલી રહયું છે. આ 8 અઠવાડીયા એટલે ખેડૂતો માટેના પીક સમય ગણાય છે. પરંતુ, આ સમય દરમ્‍યાન લોકડાઉનના કારણેખેડૂત પોતાના મહામહેનતે ઉભો કરેલો પાક માર્કેટયાર્ડો બંધ હોય વેંચી શકતો નથી. અન્‍ય વેપારીઓ ગામડે જઇને ખરીદી કરી શકતા નથી. તેના કારણે ખેડૂત મુંજાયો છે. આ ધિરાણ ભરવા માટે 31 મે સુધીમા જે ખેડૂતોને 364 દિવસ કરતા વધારે દિવસ થતાં હતા. તેવા ખેડૂતોને સરકારે રાહત આપી છે. 31 મે સુધીમાં જે ખેડૂત ભરી નહીં શકે તેવો ખેડુત રૂા.3.00 લાખનું ધિરાણ ઉપાડયું હશે તો રૂીપયા રર,000/- જેવું વ્‍યાજ થશે.

એક તો ખેડૂતોએ મચમોટુ વીમા પ્રિમીયમ ભરેલ છે તેનો પાકવીમો મળતો નથી વીમા કંપનીઓ ભાજપ સરકારે પ્રાઇવેટ એજન્‍સીઓને આપી દીધી છે. સ્‍વ.રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા ત્‍યારે સરકારી વીમા કંપની ઉભી કરીને 3પ% કેન્‍દ્ર સરકાર, 3પ% રાજય સરકાર અને 30% વીમા કંપની તેવા હિસ્‍સા પાડી સરકારી કંપની ઉભી કરી હતી. પરંતુ હવે વિદેશી એચડીએફસી, આઇસીઆઇ, ટોકયો જાપાન તેમજ અન્‍ય કંપનીઓને ખેડૂતો પાકવીમાના પ્રિમીયમ ઉઘરાવવા અને પાકવીમો ચુકવવાની જવાબદારી સોંપતા આવી કંપનીઓ મચમોટુ પ્રિમીયમ ઉઘરાવી જાય છે. પરંતુ ખેડૂતોને થયેલા નુકશાનનું કોઇ પાકવીમો ચુકવતું નથી.

વધારામાં જણાવવાનું કે, વીમો તો એકબાજુ રહયો હવે લોકડાઉનના કારણે જે ખેડૂતો પોતાનું ધિરાણ ભરી નહીં શકે તેમને વ્‍યાજ રાહત મળશેનહીં. તેથી એવું લાગી રહયું છે કે સરકાર ખેડૂતો પ્રત્‍યે દુર્લભ રાખી ખેતી ભાંગી નાખવી હોય તેવું લાગી રહયું છે. ખેડૂત જગતનો તાત છે. આ દેશના જીડીપી દરમાં ખેડૂતોનો મોટો હિસ્‍સો છે. દેશના પૂર્વ ગવર્નર સુબારાવ તેમજ રઘુરાજન અને પૂર્વ વડાપ્રધાન અર્થશાસ્‍ત્રી મનમોહન સિંહએ પણ ખેતી ભાંગી જશે તો દેશનો લાંબો સમય ન ભરી શકાય તેવી ખોટ પડવાની  છે. તેવી ચિંતા વ્‍યકત કરી છે.

આ ખેતી બચાવવાનો એકમાત્ર ઉપાય છે કે ખેડૂતો માટે રાહત પેકેઝ અને પાકવીમો ધિરાણ ઉપરાંત વ્‍યાજ સહિતની મર્યાદામાં પરિપત્ર કરી નવા-જુનું બેંકો મંડળીઓ જાતે જ કરી નાખે તે પ્રકારની તાકીદ અસરથી 31 મે પહેલા સરકારે જાહેરાત કરવાની તાતી જરૂરીયાત છે. એક ખેડૂત પ્રતિનિધી તરીકે પૂર્વ સાંસદ અને મારા જાહેર જીવનના લાંબા અનુભવ બાદ મને વ્‍યકિતગત લાગી રહયું છે કે ખેડૂતોને બચાવવા જરૂરી છે તે માટે તાત્‍કાલીક અસરથી સરકારે પરીપત્ર કરી આવી જાહેરાત જોઇએ તેવી માંગણી કરી રહયો છું. તો આ અંગે તૃર્ત જ યોગ્‍ય થવા મારી રજુઆત છે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!