સમાચાર

ગરીબો કી સુનો, વો તુમ્‍હારી સુનેગા, તુમ એક પૈસા દોંગે, વો 10 લાખ દેગા

ચાહે લાખ કરો તુમ પૂજા, તિરથ કરો હજાર, દીનદુઃખી કો ઠુકરાયા તો સબકુછ હૈ બેકાર

ગરીબો કી સુનો, વો તુમ્‍હારી સુનેગા, તુમ એક પૈસા દોંગે, વો 10 લાખ દેગા

દેશમાં નોટબંધી આવે, મોંઘવારી વધે કે કોરોના જેવી મહામારી આવે તેનો ભોગ હંમેશા ગરીબો જ બને

ભુખ્‍યા પેટે, પાણી વિના ભટકતા કરોડો ગરીબો હજારો કિ.મી. ચાલીને વતન જવા મજબુર બન્‍યા

માર્ગ અને રેલ્‍વે અકસ્‍માતમાં સેંકડો ગરીબો અકાળે મોતને ભેટી રહૃાા હોય કયાંય સંવેદના જોવા મળતી નથી

અમરેલી, તા. 9

ગુજરાતમાં સિંગાપુર જેવો વિકાસ થયો હોવાનો દાવો કીરને કેન્‍દ્રમાં સત્તાનું સુકાન સંભાળનારભાજપના શાસકોની અણઘડ નીતિથી રાજયના ગૌરવસમા અમદાવાદની હાલત અતિ દયનીય બની ચુકી છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનાં બીજા નંબરના કેસ ગુજરાતમાં જોવા મળી રહયા છે.

રાજયમાં આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે છેલ્‍લા રપ વર્ષમાં નોંધપાત્ર કામગીરી થઇ નથી. માત્ર ખાનગી હોસ્‍પિટલો અને શાળાઓને           જ પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યુ             અને મુસીબતની ઘડીમાં              ખાનગી દવાખાનાઓ કોરોના સંક્રમણનાં દર્દીઓને સારવાર આપવામાં મોંઘીદાટ ફી વસુલી રહયા છે અનેક ખાનગી દવાખાનાઓ સારવાર આપવામાં ઠાગાઠૈયા કરી રહયા છે.

રાજયની 6 કરોડની જનતાને હાલ અધિકારીઓને હવાલે કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રમાં સંકલનનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહયો છે. જનપ્રતિનિધિઓનો અવાજ જોવા મળી રહયો છે. જનપ્રતિનિધીઓનો અવાજ કોઇ સાંભળવા તૈયાર નથી. સત્તાધારી પક્ષનાં જનપ્રતિનિધિઓ ડરના માર્યા કોઇ સલાહ-સૂચન કરી શકતા નથી અને વિપક્ષી નેતાનો અવાજ દબાવી દેવામાં આવે છે.

રાજયની 6 કરોડની જનતા સમક્ષ દિભ ઉગેને નવી કોઇ સમસ્‍યા આવી રહી છે. શ્રમિકો, ખેડૂતો, નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગગૃહોની હાલત દિનપ્રતિદિન દયનીય બની ચુકી છે. રાજય સરકાર ભયંકરપણે આર્થિક સમસ્‍યાઓનો સામનો કરી રહી છે. કેન્‍દ્ર તરફથી આર્થિક મદદકરવામાં આવતી નથી.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી પખવાડીયામાં ભયાનક સ્‍થિતિ ઉભી થવાની શકયતાઓ નિષ્‍ણાંતો દર્શાવી રહયા છે અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગુજરાતની હાલત બગડયા પાછળ ભભનમસ્‍તે ટ્રમ્‍પભભ કાર્યક્રમ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.

error: Content is protected !!