સમાચાર

અમરેલીમાં કોંગ્રેસ અને તંત્ર વચ્‍ચે શ્રમિકોના ભાડા પ્રશ્‍ને બઘડાટી

નાગનાથ મહાદેવ નજીક આવેલ બસ સ્‍ટેન્‍ડમાં થોડીવાર માટે અફડા-તફડી

અમરેલીમાં કોંગ્રેસ અને તંત્ર વચ્‍ચે શ્રમિકોના ભાડા પ્રશ્‍ને બઘડાટી

શ્રમિકો પાસેથી અમરેલીથી ધોળા સુધીનું ભાડુ રૂપિયા રપ0 એસટીએ વસુલ કરાયાનો આક્ષેપ

કોંગ્રેસપક્ષ દ્વારા રૂપિયા 64 હજાર જેવી રકમ શ્રમિકોનાં ભાડાપેટે ચુકવાઈ

તંત્ર દ્વારા શ્રમિકોનાં ભાડા પ્રશ્‍ને મામલો બિચકતા પોલીસ ઘટના સ્‍થળે દોડી

અમરેલી, તા. 8

અમરેલનાં નાગનાથ બસ સ્‍ટેન્‍ડ ચોકમાં આજે વહીવટી તંત્ર અને કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્‍ય સહિતનાં આગેવાનો વચ્‍ચે શ્રમિકોના એસ.ટી. ભાડા પ્રશ્‍ને થોડીવાર માટે બઘડાટીનાં દ્રશ્‍યો સર્જાતા પોલીસ ટીમ ઘટના  સ્‍થળે દોડી ગઇ હતી.

આ અંગે ધારાસભ્‍ય વિરજી ઠુંમરે જણાવ્‍યું છે કે, અમરેલી જિલ્‍લાના શ્રમિકો ઉત્તર પ્રદેશ જવાના હોય અમરેલીથી ધોળા સુધી એસ.ટી. બસમાં અને  બાદમાં ત્‍યાંથી ઉત્તરપ્રદેશ જવાના હોય કોંગ્રેસ અઘ્‍યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીનાં આદેશથી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અર્જુન સોસા, ડી.કે. રૈયાણી, શરદ ધાનાણી, સંદીપ ધાનાણી સહિત સૌ કોઇ શ્રમિકોનાં ભાડા આપવા જતા જવાબદાર અધિકારીએ શ્રમિકોના ભાડા ચુકવવાની ના પાડીને શ્રમિકો પાસેથી ભાડુ વસુલ કર્યુ હતુ. જો કે કોંગ્રેસ પક્ષે છતાં પણ રૂપિયા 64 હજાર જેવી રકમ ચુકવી હતી.

વધુમાં જણાવ્‍યું હતુ કે શ્રમિકોપાસે ટિકિટ ભાડાના પૈસા ન હોય અનેક શ્રમિકોએ મોબાઇલ, ઘડીયાર અને પાસે રહેલ સોના-ચાંદીના નાના દાગીના વેચીને ભાડાની રકમ એકત્ર કરી હોવા છતાપણ તંત્રએ કોંગ્રેસ પક્ષ પાસેથી ભાડાની રકમ લેવાને બદલે શ્રમિકો પાસેથી જ ભાડુ વસુલ કરવાનો દુરાગ્રહ રાખ્‍યો હતો.

વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારમાં માનવતા વિહીન બની છે અને ધોળા પહોંચેલ શ્રમિકોને ટ્રેનમાં મફતમાં લઇ જવામાં પણ ઠાગાઠૈયા કર્યા હતા. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!