સમાચાર

લીલીયા ખાતે સુરતથી 40 લોકો આવતા પટેલવાડી ખાતે કોરન્‍ટાઇન કરાયા

મામલતદાર, ટીડીઓ, પીએઆઇ, આરોગ્‍ય અધિકારી સહિતના કર્મીઓ હાજર રહૃાા

લીલીયા, તા. 7

લીલીયા-લાઠી રોડ પર આવેલ પટેલવાડીમાં તાલુકા મથકનું કોરન્‍ટાઇન સેન્‍ટર બનાવવામાં આવેલ છે. જેમાં ચાવંડ ચેક પોસ્‍ટ પરથી ચકાસણી થયેલ 40 લોકો લવાયા છે. અહીં આરોગ્‍ય વિભાગ દ્વારા તમામ લોકોનું સ્‍ક્રીનીંગ કરવામાંઆવનાર છે. પટેલવાડીમાં 400 વ્‍યકિતને રાખી શકાય તેવી વહીવટી તંત્ર દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. 400 ઉપરાંતના આવનાર લોકોને આઇટીઆઇ ખાતે કોરન્‍ટાઇન કરવામાં આવશે. મામલતદાર કુબાવત, ટીડીઓ રાઠોડ, પીએસઆઇ સાંભડ, આરોગ્‍ય અધિકારી સિઘ્‍ધપુરા, કેતનભાઇ કાનપરીયા સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ કોરન્‍ટાઇન સ્‍ક્રીનીંગ કામગીરીમાં જોડાયા છે.

error: Content is protected !!