સમાચાર

અમરેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા માતબર રકમનું યોગદાન

કોવિડ-19 અન્‍વયે મુખ્‍યમંત્રી રાહત ફંડમાં

અમરેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા માતબર રકમનું યોગદાન

કલેકટરને જિલ્‍લા શિક્ષણ સમિતિ દ્વારા રૂા. 76,74,ર7રનો ચેક અર્પણ

અમરેલી, તા.6

તાજેતરમાં કોરોના વાઈરસની મહામારી અંતર્ગત રાજય, રાષ્‍ટ્ર પર આફત આવી છે. ત્‍યારે જિલ્‍લા શિક્ષણ સમિતિ, જિ.પં. અમરેલી દ્વારા અમરેલી જિલ્‍લા પ્રાથમિક શિક્ષકોએ તથા વહીવટી સ્‍ટાફ દ્વારા દિન-1નો પગાર મુખ્‍યમંત્રી રાહત ફંડ ગુજરાત રાજય માટે યોગદાન આપતા આ કુલ રકમ રૂા. 76,74,ર7ર જેવી માતબર રકમના ડીડી/ચેક આજે કલેકટર અમરેલી આયુષ ઓકને જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારની વિશેષ ઉપસ્‍થિતિમાં જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્‍લા પ્રાથમિકશિક્ષણાધિકારી સી.એમ. જાદવ દ્વારા અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ તકે અમરેલી જિલ્‍લા પ્રા.શિ. સંઘના મહામંત્રી હિંમતભાઈ સોરઠીયા, ઘટક સંઘના અમરીશભાઈ વિંછીયા, રમેશભાઈ ભીમાણી તથા પ્રાથમિક શિક્ષક ઉત્‍કર્ષ મંડળના પ્રમુખ રજનીભાઈ મકવાણા, મહામંત્રી જે.પી. ભાસ્‍કર ખાસ હાજર રહયા હતા. માતબર રકમના યોગદાન બદલ જિલ્‍લા કલેકટર તથા જિ.વિ. અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અમરેલીને ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

error: Content is protected !!