સમાચાર

અમરેલીનાં ખાનગી દવાખાનાઓમાં સેવાભાવીઓ દ્વારા ટિફિન સેવા કરાઈ

અમરેલી, તા. પ

અમરેલી જિલ્‍લાનાં ભુખ્‍યાજનોની જઠરાગ્નિ શાંત કરવા માટે ધારાસભ્‍ય પરેશ ધાનાણી દ્વારા સેવાયજ્ઞ અંતર્ગત રાહતનું રસોડુ શરૂ કરવામાં આવ્‍યું હતુ.

જે અંતર્ગત અમરેલીનાં ખાનગી દવાખાનાઓમાં દાખલ થયેલ દર્દીનારાયણ અને તેમના સગા-સંબંધીઓને દરરોજ સાંજે ભોજનપ્રસાદ પહોંચતુ કરવામાં આવી રહયું હતુ. જેમાં એડવોકેટ નિશીત પટેલ સહિતનાં સેવાભાવીઓએ શહેરના ડોકટર હાઉસ, નવજીવન હોસ્‍પિટલ વિગેરે ખાનગી દવાખાનાઓમાં ટિફિન સેવા કરીને પ્રેરણાદાયી કાર્યકર્યુ હતુ.

error: Content is protected !!