સમાચાર

અમરેલીમાં આજે 1 નંબર અને કાલે ર નંબરની દુકાનો ખુલશે

ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા શહેરની દરેક દુકાનને 1-ર નંબર અપાયા

અમરેલીમાં આજે 1 નંબર અને કાલે ર નંબરની દુકાનો ખુલશે

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સની જાળવણી માટે ચેમ્‍બર ઓફ કોમર્સે સ્‍વૈચ્‍છીક રીતે ઓડ-ઈવન પઘ્‍ધતી તૈયાર કરી

એક-બેકી નંબરનાં કારણે શહેરમાં દરરોજ પ0 ટકા જ દુકાનો ખુલી રહેશે જેથી ટ્રાફિક ન થાય

4પ દિવસથી દુકાનો બંધ રહૃાા બાદ હવે દુકાનો શરૂ થતાં વેપારીઓનાં જીવમાં જીવ આવ્‍યો

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થવાથી લોકડાઉન-3 અંતર્ગત અમરેલી જિલ્‍લામાં વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી મળતાં અનેક શહેરોમાં ગઈકાલથી વેપાર-ધંધા શરૂ થયા છે. જો કે જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી ખાતે આજે મંગળવારથી 4પ દિવસ પછી વેપાર-ધંધા શરૂ થતા છે.

અમરેલી ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા ગઈકાલે શહેરમાં આવેલ તમામ દુકાનોને 1 અને ર નંબર આપવામાં આવ્‍યા છે. એટલે કે એક દિવસ 1 નંબરની બીજા દિવસે ર નંબરની દુકાનો ખુલી રાખી શકાશે. એટલે દરરોજ પ0 ટકા જ દુકાન ખુલી રહેવાથી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સની જાળવણી થઈ શકશે.

તદુઉપરાંત દરેક વેપારીએ માસ્‍ક પહેરવું ફરજિયાત રહેશે. આરોગ્‍ય સેતુ એમ તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે અને ગ્રાહકોની ભીડ ન થાય તે જોવું પડશે અને વેપારી અને ગ્રાહકોએ સેનિટાઈવરનોપણ સતત ઉપયોગ કરવો પડશે.

જો કે હોટેલો, રેસ્‍ટોરન્‍ટ, પાન-બીડીની દુકાનો, ટયુશન કલાસીસ, સિનેમા હોલ, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો સહિતની કામગીરી થઈ નહી શકે. વહીવટીતંત્ર ઘ્‍વારા કેટલીક શરતો સાથે જ વેપાર-ધંધાની મંજુરી આપવામાં આવી છે. અને દુકાન સવારનાં 7 થી બપોરનાં 4 સુધી જ ચીજવસ્‍તુઓનો વેપાર થઈ શકશે.

અમરેલી જિલ્‍લામાં ગઈકાલથી એસટી બસ શરૂ થવાની હતી જે આજે પણ શરૂ થવા પામેલ નથી હવે આ એસ.ટી બસ શરૂ કરવા અંને વહીવટી તંત્ર અને એસ.ટી વિભાગ અવઢવમાં હોવાનું જાણવા મળેલ છે.

લીલીયામાં આજથી વેપારીઓ દ્વારા ધંધા રોજગાર શરૂ કરાશે

શાકમાર્કેટ વિદ્યાલયમાં શરૂ કરાશે

લીલીયા, તા. 4

અમરેલી જિલ્‍લા કલેકટર દ્વારા સવારના 7 વાગ્‍યાથી બપોરનાં 4 વાગ્‍યા સુધી દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે તે અનુસંધાને મામલતદાર કુબાવતની અઘ્‍યક્ષતામાં ચેમ્‍બર ઓફ કોમર્સના હોદે્‌દારો અને વેપારીઓની એક મિટીંગ મળી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી રાઠોડ, પીએસઆઇ અજય સાંભડ, સરપંચ બાબુભાઇ ધામત, ચેમ્‍બર ઓફ કોમર્સ પ્રમુખ અરજણભાઇ ધામત સહિતના હોદે્‌દારો અને વેપારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

આ મિટીંગમાં આજે તા.પ સવારના 7 થી વેપારીઓ સરકાર અને કલેકટરના આદેશ મુજબ ગાઇડલાઇન ખુમાણેવેપાર-ધંધા ખોલવાની વેપારીઓને મંજુરી આપવામાં આવી હતી અને શાકમાર્કેટ બજાર નાવલીમાં ભરાતી હતી તે સ્‍થળ બદલાવી શ્રીમતિ શાંતાબહેન સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં શાકમાર્કેટ ભરાશે. આ તકે મામલતદાર કુબાવતે તમામ વેપારીઓને સરકારની ગાઇડલાઇન અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ જળવાઇ રહે તેવી સુચના સહ અપીલ કરી હતી.

error: Content is protected !!